SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૮૯ ૧૯૦ આપ્તવાણી-૮ ગયો, સમજી ગયો, હવે ફરી વાર નહીં બોલું !' કુદરતની ગોઠવણી છે, એટલે અમે એમ ના કહીએ કે બધાં વધારે ભેગાં થાવ. એ તો એની ગોઠવણી જ છે કે ‘વ્યવસ્થિત’ રીતે બધાં આવે. નહીં તો અમે કાગળ લખાવ લખાવ ના કરીએ ? પણ ના, એ હિસાબ બધાં ગોઠવાયેલા છે. એટલે અમારે એ ઉપાધિ કરવાની નહીં. આ તો અમે અહીં આવીએ ને જઈએ. આપને સમજમાં આવ્યું આ ? આ સંસાર પોતે પ્રવાહ રૂપે છે અને તે અનાદિથી આ પ્રવાહ વહ્યા જ કરે છે. એમાં બધાં જીવોનો મોક્ષ તો થવાનો જ, વહેલો કે મોડો, એ એનો ક્રમ જ છે. ક્રમ એટલે એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જયા જ કરે છે, પ્રવાહરૂપે ! પ્રશ્નકર્તા : એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જાય છે એ ક્યાંથી છે ? દાદાશ્રી : એ બધાં પંદરે ક્ષેત્રોમાંથી થઈને એકસો આઠ જીવો મોક્ષ જાય છે. - જેમ આપણે અહીં પોલીસવાળાની પાર્ટી જાય છે ને, તે ચારની જોડી એકની પાછળ એક એમ ચાલ્યા જ કરે, જેમ વહેણ જતું હોય એવી રીતે ચાલ્યા જ કરે છે, એવું આ એકસો આઠ જીવોનું વહેણ આ બાજુથી વ્યવહારમાંથી મોક્ષે જાય છે, સિદ્ધ ક્ષેત્રમાં જાય છે. ત્યારે બીજા એટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. એટલે વ્યવહારમાં એક જીવ વધઘટ થાય નહીં, એક જીવ વધતો નથી, ઘટતો નથી. વ્યવહારના જીવ કોને કહેવાય ? જેનું નામ પડ્યું છે એ બધા વ્યવહાર છે, જેનું નામ નથી આપ્યું એ વ્યવહારમાં નથી આવ્યો. અને જેનું નામ ગયું, એ સિદ્ધક્ષેત્રમાં ગયાં !! ‘તમો સિદ્ધાણં', ભજવું ધ્યેય સ્વરૂપે ! પ્રશ્નકર્તા : આપ કહો છો ને ઉપર કોઈ બાપો ય નથી, પણ ઉપર સિદ્ધલોક તો ખરું ને ? દાદાશ્રી : એ તો સિદ્ધલોક છે, સિદ્ધક્ષેત્ર છે, અને એ તો જે મોક્ષે ગયેલાં હોય ને, એટલે પરવારી ગયેલાં, એ આપણું સાંભળે ય નહીં અને કોઈનું કશું બોલે ય નહીં, કોઈને માટે લાગણી ય નહીં ને કશું ય નહીં. એ તો એમનાં સુખમાં મસ્ત ! એ આપણને કશું કામ લાગે નહીં. એ આપણા ધ્યેય તરીકે છે. ‘નમો સિદ્ધાણં' કહ્યું તે ફક્ત ધ્યેય તરીકે છે કે ‘ભઈ, અમારે આ દશા જોઈએ છે !” પ્રશ્નકર્તા : આપણે કહીએ કે “નમો સિદ્ધાણં', તો એ નમસ્કાર એમને પહોંચે ખરાં ? દાદાશ્રી : એમને નહીં પહોંચે તો ય આપણને મહીં સિદ્ધ બેઠા છે તેને તો પહોંચ્યું ! મહીં જે બેઠાં છે ને, તે આત્મા સિદ્ધ જ છે ને ! આપણે તો કામ સાથે કામ છે ને ! આપણે નમસ્કાર પહોંચાડવા જોઈએ ત્યાં. અને આપણી જવાબદારી પહોંચાડવાની !! કે સાહેબને કાગળ લખી નાખ્યો. સિદ્ધતી, તહીં પ્રવૃત્તિ છતાં ‘ક્રિયા'...! પ્રશ્નકર્તા : સિદ્ધ જે થયા છે, એમને કાર્ય કરવા માટે અહીંયા ઇશ્વર મોકલે છે ? દાદાશ્રી : કોઈ મોકલે નહીં. મોકલનારો કોઈ છે જ નહીં. અહીં આગળ મોકલનારી કોઈ વસ્તુની જરૂર જ નથી. કોઈની જરૂર ના પડે. એવું આ જગત છે. તમારો ઉપરી જ કોઈ નથી. આ દુનિયામાં કોઈ જીવનો કોઈ ઉપરી જ નથી. પોતાની ભૂલ ને ‘બ્લેડર્સ” જ ઉપરી છે. પ્રશ્નકર્તા : તો સિદ્ધક્ષેત્રમાં એ સિદ્ધ ભગવંતોની પ્રવૃત્તિ શું ? દાદાશ્રી : જેને પ્રવૃત્તિ હોય એ ‘મિકેનિકલ’ કહેવાય. એ મિકેનિકલ નથી. પ્રશ્નકર્તા: ના, પણ મોક્ષમાં જાય પછી ત્યાં પ્રવૃત્તિ છે કે નિવૃત્તિ ? દાદાશ્રી : ત્યાં નિવૃત્તિ ય ના હોય, પ્રવૃત્તિ ય ના હોય. છતાં પાછું ‘જ્ઞાન-ક્રિયા’ અને ‘દર્શન-ક્રિયા’ ખરી. નિવૃત્તિ ય ખરી ને આ ક્રિયા ય
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy