SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આપ્તવાણી-૨ વાપરવાનું હોય ત્યાં ય મને આ લોભ ભૂંડો દેખાડે છે.” તે પછી તેમને અમે કહેલું કે ‘તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો.” ભાઇએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઇ જાય અને મન પણ મોટું થાય ! આપ્તવાણી-૨ ૧૪૧ નહીં તો તેવો થઇ જઇશ. અને અનંત દોષ છે તો તે ચોખે ચોખ્ખું કહે કે મારામાં અનંત દોષો છે. પણ શેઠને દેરાસરની બહાર નીકળ્યા પછી પુછીએ તો કહે કે એકાદ-બે જ દોષ હશે. જરા ક્રોધ અને જરા લોભ, બસ; એટલું જ છે ! તે પછી દોષો ય જાણે કે ભાઈ કપટ કરે છે. તેથી દોષો ય પછી ખડે પગે ઊભા રહે ! મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છેદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છેદ એ જ મોટી ભૂલ, તે સહેજ એમ કહ્યું કે, ‘એમાં શું થયું ?” એટલે થઇ રહ્યું. તે પછી એ અનંત અવતાર બગાડે ! જ્ઞાની પુરુષ'ની કૃપાથી, શક્તિથી દોષો દેખાય ને ભાંગે. કોઇ માણસને ભૂલરહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક ના આપીશ તો બધા મડદાલ થઇ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો તે ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ, માન, માયા, લોભ એમનું ઉપરાણું, જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું કયારે ય પણ ના લીધું તો તે ભાગી જાય ! ભૂલને ઓળખ્ય ભંગાય ! ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાક કાપડ ખેંચી ખેચીને આપે છે અને ઉપરથી કહે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું ! આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ?! ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઇને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને રૂ.૫૦૦ કમાય એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાનાં બગાડી દે છે. પ્રશ્નકર્તા : પણ દાદા, હજી વધારે દોષ દેખાતા નથી. થોડાક જ દેખાય છે. દાદાશ્રી : અહી સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતાં જાય તેમ દોષો દેખાતા જાય. લોભિયાતી પ્રકૃતિ લોભિયો માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તાં શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયા ભાઇ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઇએ કે મોળું શાક હોય ત્યાં જવું ને વગર પૂછયે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નથી મળતું તે પછી તે ભાગવા લાગે ! અમારે ત્યાં એક ભાઇ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણીબૈરી બે જ જણા ઘરમાં, કોઇ છોકરું-હૈયું તેમને હતું નહીં. તે એક દિવસ મને કહે, ‘દાદા, મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસો ના છૂટે. હું કોઇ ને ઘેર લગનમાં પીરસું તો ય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય, તે બધાં હું સાંભળું તેમ બોલે છે ય ખરા કે ચીકણા લાટ જેવા છે. આ તો મારી બૈરી ય બૂમો પાડે છે . પણ શું કરું ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઈ રસ્તો બતાવો. આ તો કો'કનું લેષ દેખાવાતી જાતિ ! પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ? દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે પણ દોષોને ખોળવાની ભાવના થઇ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઇચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે, “કંઈ ચોર પકડવા જવું નથી, એ તો આવશે તો પકડીશ.” એટલે પછી ચોર મજા કરે જ ને ? આ ભૂલો તો સંતાઈ ને બેઠી છે. તેને શોધે તો તરત જ પકડાતી જાય. બધી જ કમાણીનું ફળ શું ? તમારા દોષ એક પછી એક તમને
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy