SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૧૨૯ ૧૩) આપ્તવાણી-૨ અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઇશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઇને ભાન જ નથી. કોઇ છોકરાના ભાઇબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી નહીં ઊગે તો હું શું કરીશ ? એવું આવા વહેમ કરવા જેવું જગત નથી. કોકને ના ઊગે તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ. કોકને ના ઊગે એ તો કુદરતનું એક આશ્ચર્ય છે ! અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, “અવશ્ય કમાવાનો છે અને ખોવાનો ય છે ?” એ બેઉની તારા હાથમાં સત્તા નથી. વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસા એ તો પુરણ ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પુરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે. એ કુદરતની સત્તા છે અને લાખ ખોટ જાય છે તે ય કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ નહીં થાય. જૈનધર્મનો સારાંશ શો ? તો કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય તો જૈનધર્મ પામ્યા કહેવાય. એ બંને બંધ થાય તો જૈનધર્મનો સારાંશ પામ્યા કહેવાય, ભગવાન મહાવીરે જે કહ્યું તે પામ્યા કહેવાય. નહીં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને ? બીજાનામાં ને આમનામાં ફેર ના હોય ? જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય ? બીજા ધર્મમાં ય ચારે ધ્યાન છે અને જૈનમાં ય ચારે ધ્યાન છે, તો પછી એને વીતરાગનો ધર્મ જ કેમ કહેવાય ? બીજા ધર્મવાળા બધા, મુસ્લિમ ધર્મવાળા ય આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે. ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી. હવે એ ય ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિ શી માંડી કહેવાય ? ‘વીતરાગ’ ધર્મમાં તો ફેરફાર હોવો જોઇએ ને ? તો કે શામાં ફેરફાર હોવો જોઇએ ? તારે દુર્થાન કેટલાં ઓછાં થયાં છે ? ચાર ધ્યાનમાંથી કયા કયા ધ્યાન ઓછાં થઈ ગયાં છે ? વખતે રૌદ્રધ્યાન બંધ થઇ ગયું હોય ને આર્તધ્યાન હોય તો ય ભગવાન ચલાવી લે, થોડુંક પણ આર્ત ને રૌદ્રધ્યાન બેઉ જાય ત્યાર પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. પ્રશ્નકર્તા : અગમ વિચાર એ કર્યું ધ્યાન કહેવાય ? દાદાશ્રી : અગમ વિચાર એ આર્તધ્યાનમાં સમાય અથવા પાછળના ભૂતકાળના વિચારથી પણ ઉપાધિ થાય એને. વરસ દહાડા ઉપર છોકરો મરી ગયો હોય અને આજે સંભારીને રડે તો એ આર્તધ્યાન કહેવાય, દુઃખમાં આર્ત ને રૌદ્રધ્યાન કરે. એકનો એક છોકરો મરી જાય તો કલ્પાંત કરે. કલ્પાંત કર્યો માટે કલ્પના અંત સુધી તારે ભટકવું પડશે ! એક કરોડ વર્ષ ભટકવું પડશે ! આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે, “ શેઠિયાઓ મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?” તો તે કહે, ‘કેમ એમ ?” ત્યારે મારે કહેવું પડે છે, ‘આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલું ય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે, કે ઘરાક પૂછે કે, ‘આ ટેરિલીનનો શો ભાવ છે ?” તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્ માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એને ય રૌદ્રધ્યાન કહ્યું છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારે ય જતું રહ્યું હોય તો ત્યાં કોઇ જર્મ કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે, ‘જો આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.’ એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય. પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે. બધું આનું આ જ આખો દહાડો રૌદ્રધ્યાન છે અને જૈનપણું ખલાસ થઇ ગયું છે. જૈન તો કેવો હોય ? ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઇએ છતાં તે વખતે આપણી હેલ્પ માટે કોઇ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના ? એને હેલ્પ મળવી જ જોઇએ. એને આશાભંગ ના કરાય. વધતો ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઇએ. જો તમારી પાસે પૈસાનું સાધન ના હોય તો કંઇ નહીં પણ સથવારો તો મળવો જોઇએ કે બીજું કંઇ કામકાજ હોય તો કંઇક કહેજે. જૈન જાણીને, શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય, નિસાસા નાખીને, તે શું કામનું ! તમને કેમ લાગે છે ? વાત
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy