SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-ર ૧૧૩ ૧૧૪ આપ્તવાણી-૨ પોઇઝન, તો છોકરાને આપણે સમજ પાડવી જોઇએ કે આમાંથી કશું ખાઇ ના જતો. આપણે અમૃતની દવા મોઢામાં નાખતા હોઇએ, તો છોકરો ય જો જાણતો ના હોય કે આમાં કયું અમૃત છે ને કયું ઝેર છે. તો તે ભૂલથી પોઇઝન ખાઈ લે. માટે આપણે છોકરાને કહીએ કે આમાં પોઇઝન છે. એકલું પોઇઝન બોલ્યથી છોકરો સમજી ગયો એમ કહેવાય નહીં. તેને તો પોઇઝન શું છે તે સમજાવવું જોઇએ. તેને સમજાવવું જોઇએ કે પોઇઝનથી માણસ મરી જાય. મરી જવું શું છે, એ છોકરાં સમજતા નથી. એટલે તેમને તે પણ સમજાવવું પડે કે પરમ દહાડે પેલા કાકા મરી ગયા હતા, એવું થઇ જાય. એવું બધી રીતે વિગતથી સમજાવવામાં આવે તો પછી છોકરો કયારે ય પોઇઝનની શીશીને ના અડે. એ અમલમાં આવી જ જાય. અમલમાં ના આવ્યું તે અજ્ઞાન છે. પૂરેપૂરી સમજ તો, પદ્ધતિસર શીખેલો જ નથી. કો'કના દાખલા, નકલ કરીને લઇ આવે તેથી કંઈ આવડી ગયું ? કોઇએ દાખલા ગણ્યાં હોય, મેથેમેટિક્સના અને નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? આ બધું નકલી જ્ઞાન છે. દરઅસલ જ્ઞાન ન હોય. બાકી કોઇ ગાળ ભાંડે અને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે ! આ જ મોક્ષે લઇ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળેને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ? સામાયિક તો સમજતાં જ નથી. સામાયિક શેને કહેવું તે જ જાણતા નથી. સામાયિકમાં જે ના સંભારવાનું, ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે ? પોતે સામાયિક લે ને મનમાં નક્કી કરે કે આજે દુકાન યાદ કરવી જ નથી તો પહેલો ધબડકો દુકાનનો જ પડે ! કારણ કે મન એ રીએક્શનવાળું છે. જે તમે ના કહો તેનો પહેલો મહીં ધડાકો થાય ! અને તમે કહો કે તમે બધા આવજો તો તે વખતે ના આવે ! તમે જો એમ કહો કે હું સામાયિક કરું ત્યારે તમે બધા આવજો, તો તે ઘડીએ કોઇ ના આવે ! એવું છે આ બધું અજ્ઞાન ! સ્પંદન થયું કે ખલાસ થઇ ગયું ! અનંત શક્તિઓ આત્માની છે ! જો અમારો આટલો એક જ શબ્દ પાળે કે આપણને કોઇ ગાળ ભાંડે, આમ તેમ પજવે, હેરાન કરે એ બધું મારા કર્મના ઉદયથી છે, સામાનો દોષ નથી, સામો તો નિમિત્ત છે. એમ આટલું જ જો ભાન રહેને તો તને સામો માણસ નિર્દોષ દેખાશે ! અને આનાથી પોતે તરી પાર ઊતરે. ઠેઠ મોક્ષે પહોંચાડે. અમારું એક જ વાક્ય મોક્ષે લઇ જાય એવું છે. ‘જ્ઞાની પુરુષ'નું એક જ વાક્ય જોઇએ. મોક્ષે જવા માટે શાસ્ત્રની કાંઈ જરુર નથી. કારણ કે “જ્ઞાની પુરુષ’ સીધો મોક્ષમાર્ગ બતાવી દે આખો. એટલે વસ્તુસ્થિતિમાં સમજવાની જરૂર છે. લોકો કહે છે કે અમને ‘જ્ઞાન’ છે. જ્ઞાન’ એનું નામ ના કહેવાય. જ્ઞાન” તો અમલમાં આવે એને જ કહેવાય. આપણને બોરીવલીના રસ્તાની ખબર છે તો બોરીવલી આવવું જ જોઇએ. અને જો બોરીવલી ના આવે તો જાણવું કે, બોરીવલીના રસ્તાનું આપણને જ્ઞાન જ નહોતું. ભગવાનના ધર્મધ્યાનમાં એટલું બધું બળ છે, ગજબની તાકાત છે ! પણ એ ધર્મધ્યાન સમજે નહીં ત્યાં સુધી શું કરે ? અને વીતરાગોએ પાછું કહ્યું કે, ઉદય કર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથી ય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી. ચિંતા એ જ આર્તધ્યાન રાઇ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, તે નિશ્ચય કર છોડીને, તજિયે આરતધ્યાન.” ચિંતા-બિંતા છોડી દો. ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઈ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઈનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. રાઇ માત્ર વધઘટ થવાનું નથી. તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે ‘જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર' અથવા ‘જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ’ કર્યા કર ને ! જય ભગવાનનો બોલાવ. બીજા લોકોનો શું કરવા બોલાવે છે ? આ તો તમે આ ભાઇને વઢતા હો, ને આ બીજા ભાઇ
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy