SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૮૮ આપ્તવાણી-૨ સરસ્વતીનાં દર્શન કરવાં હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઇ જાય ! આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ ‘હું' બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. ‘આ’ વાણી નીકળે તે થકી ‘અમે જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. “અમારી’ વાણી એ ય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવા દેવા ? છતાં ‘અમારી’ રેકોર્ડ કેવી હોય ? સંપૂર્ણ સ્વાવાદ ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી ‘આ’ સ્વાવાદ વાણી છે. સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઇ જાય છે, જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ ! ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ. તેઓ બેવચની ના હોય. અત્યારે મુંબઇ શહેરમાં છે જ નહીં ને કોઇ ! અરે! વચનનું તો કયાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો, અહીં કરેલો હોય તો ય કહે કે, “સહી મારી ન હોય’ અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો. આ ચારણો ફોટામાંની સરસ્વતીની ભજના કરે છે તો ય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે ! લક્ષ્મીજીને બધા ય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મને ય લોકો કહેવા આવે છે કે, ‘તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં ?” મેં કહ્યું, ‘શાના માટે ?” આ લક્ષ્મીજી જયારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદર, મામાની પોળ, ને છઠું ઘર, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને જયારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, ‘અમારે એની જરુર નથી.” લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને ‘નહીં, નહીં” કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય ‘જય સચ્ચિદાનંદ' ને જતાં ય “જય સચ્ચિદાનંદ’ કરીએ છીએ. આ ઘર તમારું છે, જયારે અનુકુળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, ‘આ શેઠિયા અમારી પાછળ પડયા છે. તે એમના પગ છોલાઈ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢયા છે છતાં સમજણ નથી ખબ્લતી !” બહુ પાકાં છે લક્ષ્મીજી તો! લક્ષ્મીજી પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ? દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી કયાંથી રાજી રહે ? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને ! બધાં ય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે? પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી. દાદાશ્રી : તો ય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીમાં ય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. કળીકાળતી લક્ષ્મી આજની લક્ષ્મી ‘પાપાનુબંધ પુણ્ય'ની છે. એટલે તે કલેશ કરાવે એવી છે. એનાં કરતાં ઓછી આવે તે સારું ઘરમાં કલેશ તો ના પેસે! આજે જયાં જયાં લક્ષ્મી પેસે છે ત્યાં કલેશનું વાતાવરણ થઇ જાય છે.
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy