SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૭૫ આપ્તવાણી-૨ જ છે. પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતાદ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે. પડશે. જ્ઞાતાદ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જયારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિ ને છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાન રૂપે થઈ જાય ને પરમાનંદ વર્તાય ! - પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો. પ્રકૃતિના અંતરાય તૂટયા એટલે પુરુષ થયો એટલે ગજબની શક્તિ પેદા થાય ! આ લોક કહે છે એ બધું તો પ્રકૃતિ જ છે. આ પ્રકૃતિ તો મૂળ આપણી ભૂલથી જ ઊભી થયેલી છે, તે હવે કેવી નચાવે છે ! જયાં સંયોગો ટકવાના નહીં ત્યાં કાયમના સંયોગો માની બેઠા ! આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તો ય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે. એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે ! જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજે ય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તો ય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો વ્યવસ્થિત છે અને રડીને ય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ? પ્રકૃતિની વિભાવિકતા પ્રશ્નકર્તા : પ્રકૃતિ વિભાવિક થઇ જાય છે તે, જયારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે ? દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડી ય જાય. ‘જ્ઞાન’ પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ? પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળો ય દઈ દઉં આ રેલ્વવાળાઓને ! પ્રકૃતિ ; સ્વભાવે લજામણી ! પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએ ને તો પાંદડાં સંકોચાઇ જાય. આપણે ઘરમાં કોઈ છોકરાને કહીએ કે તારાથી તો હું કંટાળી ગયો છું, તો તેની પ્રકૃતિ તરત જ લજવાઈ જાય, લજામણીની પેઠ. પણ એને ફરીથી કહેવું જોઇએ કે, “ના ભાઇ, હું ખરેખર તારાથી કંટાળ્યો નથી. એટલે એની પ્રકૃતિ લજવાય નહીં. આપણે થાકી ગયા હોઇએ તો ય ના બોલીએ કે, ‘હું થાકી ગયો છું', નહીં તો આપણી પ્રકૃતિ ઉજવાઇ જાય. પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે. વધારે ખવાઈ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઇ ગયું છે. નહીં તો પ્રકૃતિ લજવાઇ જાય. આપણે તો બોલીએ કે, ‘ના બાબા, સરસ પચી ગયું છે !' ધણી વાઇફથી કંટાળી જાય તો બોલી નાખે કે તારાથી તો મારું મગજ ખસી જાય છે. પણ તરત જ આપણે મહીં બોલવું પડે કે, “ના બા, મગજ ખસે-બસે એ બીજા, તારાથી તો મને કશું જ થયું નથી.' એટલે દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ ‘વ્યવસ્થિત’ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપો ય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે.” આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy