SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૮૫ સ્ટેશન છે એ બરોબર છે. એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરોબર છે. ધ્યાત યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહને ય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિ થી નીચેના સ્ટેજમાં તમે કયારે ય ઊતરો નહીં. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે ? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ- આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા જ ગુણો એટ એ ટાઇમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઇમ કંઇ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે ? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગ્નમાં ઉપાધિમાં રહે તે એ શું જોઇ ને સમાધિ માગે છે ? પ્રશ્નકર્તા : આ શ્વાસોચ્છવાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય ?
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy