SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૪૧ આજનાં આ જ છોકરાં ડાહ્યા ને સમજુ થઇ એક દા’ડો વાળ કપાવી નાખશે, પછી મેન્ટલપણુ ગયું અને આ જે વાળ કપાવીને ડાહ્યાડમરા થઇ ને ફરે છે અને અનાચારને સદાચાર માને છે ! કેવા ? અનાચારને સદાચાર, ભાષા જ ફેરવી નાખેલી આ લોકોએ ! મેન્ટલ ! અને આખો દા’ડો ઝઘડા, ઝઘડા ને ઝઘડા વગરનું એકુય ઘર નથી. કંઇ ને કંઇ ડખો થયો જ હોય, ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડયા હોય સાંજે ! ૧૧, ૧૧ ભાગે આવે ને ! મતભેદ, મતભેદ તે તતભેદ ! દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ગમે છે ? તો કશું થાય છે તને ? પ્રશ્નકર્તા : હા. વરીઝ થાય. દાદાશ્રી : મતભેદમાં આટલું બધું થાય છે, ત્યારે મનભેદ થાય ત્યારે હું નું શું થાય ? મતભેદ થાય ત્યારે ઝઘડો થાય ને મનભેદ થાય એટલે ડાઇવોર્સ લઇ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! એવું આ ભેદ, ભેદ ને ભેદવાળું જગત છે. કંટાળાવાળું જીવન તને ગમે ખરું ? પ્રશ્નકર્તા : જીવન આપ્યું એટલે જીવવું તો પડે જ ને ? પછી ભલે ગમે તેવું જીવન હોય. દાદાશ્રી : જીવન આપનારો કોણ છે ? આવો કોણ હશે મૂરખ માણસ કે આવું આ બધા લોકોને બળતરામાં જીવન જીવાડતો હશે ? એવો કોણ હશે ? કોઇ હશે એવો ? કારણ કે માલિક-બાલિક ગાંડો-બાંડો થઇ ગયો છે કે એ ય મેન્ટલ થઇ ગયો છે ? ૫૦ ટકા મેન્ટલ હોય તો વળી ચલાવી લેવાય, પણ આ તો બધાં જ મેન્ટલ તે શું માલિક મેન્ટલ બની ગયો છે ? કોણ આનો ચલાવનારો હશે ? પ્રશ્નકર્તા : ભગવાન. દાદાશ્રી : તેનું તું નામ દે છે કોઇ વખત ? ૨૪૨ આપ્તવાણી-૨ પ્રશ્નકર્તા : કોઇક વખત દઉં છું. દાદાશ્રી : શું નામથી બોલાવે છે ? પ્રશ્નકર્તા : ભગવાનના તો નામ હજાર છે, કોઇ પણ એક નામથી બોલાવું છું. દાદાશ્રી : તને ક્યું નામ ગમે છે ? પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ. દાદાશ્રી : એમને કહેને કે તમે દુનિયા બનાવી તો આવી શું કરવા બનાવી ? તમારે કંઇ રાણીઓ-બાણીઓ નાસી ગઇ ? કે પછી બધી છે? એમને કહેને કે શું કરવા અમને પજવો છો ? આપણે એમને વઢવું પડે, તે એમને આપણે વઢીએ નહીં ને પરસાદ ધરાવ ધરાવ કરીએ, એટલે એ જાણે કે આ બધા જ સુખી છે ! કે પછી એમને બહેરે કાને સંભળાતું નથી કે આપણે શું કહેવા માગીએ છીએ? તે આપણે તેમને વઢવું પડે કે રાણીઓ-બાણીઓ નાસી ગઇ છે ? તમારા બાબા-બેબી રખડી મર્યા છે કે શું ? એમ કહીએ ત્યારે એ કહેશે કે, ‘ના રાણીઓ છે.’ તો આપણે કહીએ કે, ‘ત્યારે આ કેમ બળી હેંડયું છે ? આખું જગત બળે છે, ને તમે એકલા નમારમૂડા હો એમ ભટકયા કરો છો ? રાણીઓ લઇને આવો અહીં આગળ,’ એમ એમને કહેવું પડે. એમ ના કહીએ તો શી રીતે એમને બહેરા કાનમાં સંભળાય ? આમ ભગવાનને વઢવું પડે. જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કેમ ના વઢાય ? અને તો જ ભગવાન તમારું સાંભળે. પણ કોઇ વઢતું જ નથી ને ભગવાનને ? બધા પરસાદ ધરાવ ધરાવ કરે છે! ܀܀܀܀܀
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy