SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૧૮૩ ૧૮૪ આપ્તવાણી-૨ ખાવી ગમતી ના હોય, અને જો ચોપડો બંધ કરવો હોય તો ધોલો આપતી વખતે વિચાર કરવો કે પાછી આવશે ત્યારે એ લેવાશે કે કેમ ? ત્રણ જાતનાં દુ:ખ છે. દેહનાં દુઃખોને ‘કષ્ટ' કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુ:ખ કહેવાય. દાઢ દુ:ખતી હોય, આંખો દુ:ખતી હોય, પક્ષાઘાત થયો હોય તે બધાં દુઃખો તે દેહના દુ:ખો. બીજાં વાણીનાં દુ:ખ, એને ‘ઘા” કહેવાય છે; હૃદયમાં પેસી જાય તો પછી જાય નહીં. ને ત્રીજાં મનનાં દુઃખ તે ‘દુઃખ’ કહેવાય છે. આપણને મનનાં દુઃખ કે વાણીના ઘા ના રહેવાં જોઇએ, પણ કષ્ટ તો આવે. સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ. પણ આ વાણીનો ઘા અને મનનાં દુઃખો ના હોવા જોઇએ. આ ઇન્કમટેક્ષનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્ષ નાખી દઇશ, એવું બોલે તો એ તો રેકોર્ડ છે. તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઇએ. આ કોઇને હાર્ટ-એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુ:ખતું હતું. તે એ ભાઇને છાતીમાં દુઃખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે તો ? આ તો નર્યું દુઃખ વધારે. એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે ‘તું બહાર જા.” આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે. અને એ ‘વ્યવસ્થિત'ને આધીન છે ને ? તો પછી એ વિચારથી દુ:ખ શાને માટે ? કષ્ટ કેટલાં પડે છે તે જોવાનાં ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં! ‘દાદા, દાદા બોલતાં ન થાકું'- એમાં રહેને ! ભગવાને કહ્યું હતું કે દેહનાં કષ્ટ એટલાં જ દુઃખ લગાડજે, બાકી બીજાં દુઃખો એ ખરાં દુ:ખ નથી. કેમ જનાવરને દુ:ખ નથી ? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઇ જઇએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઇ જઇએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગડ ? આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનનાં દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે. માટે તેમને અક્કલ નથી તો ય એમનું ચાલે છે, તો પછી આપણે કેમ ના ચાલે ? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને ! આ મનનું ચક્કર દુ:ખદાયી કેમ થઈ પડે ? દુઃખના વિચાર આવે ને બધાંને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ. આ ગાય-ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાનાં દુ: ખોને તો ડિસમિસ કરવાનાં છે. આ ગાયો-ભેંસોને છે કશી ભાંજગડ ? એમનાં બચ્ચાંને પૈણાવવાની છે એમને કશી ચિંતા ? આ કેવું છે કે ફુલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મહીં ભડકાટ ભો લાગ્યા કરે. પણ જો ફુલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફલ લાઇટ ને ડીમ કરી શકાય. પણ ડીમને ફુલ ના કરી શકાય. આ ગાયો-ભેંસોનું ચાલે છે શું આપણે નહીં ચાલે ? આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો ! સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય ? આ દેહને સ્પર્શે તે, આ કપડાંને સ્પર્શે તે નહીં. આ તો કપડાંને સ્પર્શે તો કહેશે “મને દુ:ખ થયું !આ લગ્નમાં જતાં હો ને ઉપરથી કોઇ ઘૂંકયું તો કહેશે કે, આ મારી પર થુંક્યો.’ તો અમે કહીએ કે ‘હા, એ તારી પર થુંક્યો, એ બરાબર છે. પણ એ કંઇ તારું દુ:ખ નથી.’ દુ:ખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે. વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્યું કહેવાય. એને આપણે ‘મનમાં’ શું કામ લઇએ ? એને તો જ્ઞાનમાં લઇએ. અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઇ. કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઇએ ? આપણને નફો ખોટ સ્પર્શતાં નથી. એને જો ખોટ ગઇ ને ઇન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, ‘હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy