SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૧૭૫ ૧૭૬ આપ્તવાણી-૨ જિંદગી મહેનત કરવાની અને પછી પૈડો થાય ત્યારે કપાઈ મરવાનું. એમને રીટાયર થવાનું છે કંઇ ? છે જરાય એમને ટેન્શનમાંથી નીકળવાનું? આ તો પોતાને દુઃખ છે, એનાં કરતાં જનાવરોને પાર વગરનાં દુ:ખ છે. ‘આ જનાવરો કરતાં તો આપણને દુ:ખો ઓછાં છે ને’ એમ વિચારવાનું. આ તો મોઢે એક ફોડકી થઈ હોય તો દુ:ખ થઇ જાય! દુઃખોને તા રહે તે ખાતાલ ! પોતાનાં દુઃખો બીજાને રડીને કહેવા એ તો કાંઈ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુઃખો બધાને કહેતાં ફરે. દુ:ખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુઃખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઇ સામેવાળો આપણાં દુઃખ લઇ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઇ પોતાના દુ:ખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ઢસવાતી ઢસવાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં ! આ જનાવરોને છે કંઇ નણદોઇ-બણદોઈ ? આ તો મનુષ્યમાં આવ્યાં ત્યાંથી અમારા નણદોઈ, અમારા વર. કયા અવતારમાં વર નહોતો મળ્યો ? કૂતરાંમાં ય ને ગધેડામાં ય - બધે ય વર મળેલો, તો ય આવું જ ગમે છે લોકોને. નહીં તો પોતે પરમાત્મા જ છે ! આ મુક્તિ માટે જન્મ મળે છે, પણ એ કામ તો ભૂલી ગયો. જે કામ માટે આવે ને એ કામ ભૂલી જાય તો એનાથી મોટો મુરખ કોણ ? આ સંસારમાં આ મારા સસરા, આ મારી સાસુ ને આ મારો ધણી ને આ મારી વહુ એમ ‘મારુંમારું” કર કર કર્યું છે. પણ દાંતમાં સણકા મારે ત્યારે કોઇ આવે નહીં. ડોશી વહુને કહે કે, “દાઢ દુઃખે છે તો અલી કંઇ રસ્તો બતાવને!' ત્યારે વહુ મહીં વિચારે કે આ ડોશી શું કચકચ કરતી હશે ! પણ એ તો એને દુ:ખે ત્યારે ખબર પડે. પણ તે ઘડીએ ભૂલી ગયેલી હોય. ગુના કરીને પછી ભૂલી જાય. તે ભોગવતી વખતે કહે કે મને આ દુઃખ શું કામ આવ્યું? આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે ? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાયું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને ! જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, “આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.’ આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યા કરને. તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપો ય પુછનાર નથી. ‘ભોગવે એની ભૂલ. માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. છતાં, વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંને શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપો ય ઉપરી નથી. આપણને કોઇ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ અપમાન, ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! પેલો બોજો રહે છે કે મને ‘કેમ ગાળ આપી તે, ના ચોપડાતા હિસાબ !
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy