SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-ર ૧૫૯ ૧૬૦ આપ્તવાણી-૨ મેં પૂછયું, ‘એક જ છોકરો ખરાબ થઇ ગયો કે બધા જ ?” ડોસો કહે, ‘એક જ એવો પાયો છે. બીજા ત્રણ તો સારા છે.” મેં પૂછયું, ‘એ શું કરે છે ?” ડોસો કહે, ‘દારૂ પીએ છે, રમી રમે છે, રેસમાં જાય છે, હોટલોમાં પડી રહે છે. એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી. એની ચિંતા રાતદા'ડો થયા જ કરે છે.' ' કહ્યું, ‘તો તો ભાઇ, તારી જ ભૂલ છે. એ તારી જ ભૂલથી આવું કરે છે. આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ નથી લેતો?” આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, “અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું ?” છોકરો કહે, ‘મને શેનું દુઃખ ? બાપ કમાઇને બેઠા છે. એમાં મારે શેની ચિંતા, હું તો મજા કરૂં છું.’ એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ. ‘ભોગવે તેની ભૂલ.' આ છોકરો નાલાયક થઇ ગયો, દારૂ પીતો હોય, ગમે ત્યાં રઝળતો હોય, જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય એમાં એના ભાઇઓ નિરાંતે ઊંધી ગયા છે ને ? એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ? અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? તો કે” આ ડોસાએ આ છોકરાને પૂર્વ ભવમાં ફટવેલો તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડયા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે. અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ ગયો ! ‘ભોગવે એની ભૂલ’ આ વાક્ય બિલકુલ એક્ઝક્ટ નીકળ્યું છે. અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે તેનું કલ્યાણ થઇ જશે. રસ્તામાં ઠોકર હોય અને સિનેમામાં કેટલાંય આવ-જા કરતા હોય ને ચંદુલાલ એકલાને જ ઠોકર વાગે. તો ચંદુલાલ કહેશે કે, ‘મને ઠોકર વાગી.” અલ્યા, તું ઠોકરને વાગ્યો ! ઠોકર તો હાલતી ય નથી ને ચાલતી ય નથી. પણ તું ભાગ્યશાળી તે તને ઠોકર વાગી ! પણ ભ્રાંતિથી કહે છે કે, “મને આ ઠોકર વાગી.” અલ્યા, આ તો ‘ભોગવે એની ભૂલ.’ આ કોઈ પોપાભાઇનું રાજ નથી. આ જગત એઝેક્ટ ન્યાય સ્વરૂપ છે. ન્યાય વગર આ જગત એક સેકંડ પણ રહ્યું નથી ! સાપ કરડયો ને ભાઇ મરી ગયા, તેમાં ભાઇની ભૂલ. સાપ તો પકડાશે ત્યારે એની ભૂલ ગણાશે. આપણે કોઇ સલમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે ? તારા અહંકાર અને પોષણ આપ્યું તેથી તે દયાળુ થઇ ને પૈસા આપ્યા, માટે હવે માંડી વાળ સલિયાને ખાતે અને અહંકારને ખાતે ઉધાર. બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે,ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય ‘ભોગવે તેની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઇ જશે, નહીં તો પેલાને કેટલી ય ગાળો ભાંડશે ! આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ. એકલી ભૂલ જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે. પાપનું ઇનામ મળે તો એ એનાં બૂરાં કર્તવ્યનો દંડ અને ફૂલો ચઢે તો એનાં સારાં કર્તવ્યનું ઇનામ, છતાં બંને ભોગવટા જ છે - અશાતાનો અથવા શાતાનો. ન્યાય માટે કોર્ટમાં જવું એ જ મોટામાં મોટો અન્યાય છે ! યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. આ દુ:ખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ ય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ ય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે ! બાબો બારણું બંધ કરે ને આપણી આંગળી મહીં આવી જાય તો
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy