SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કાયમ માટે રહે તો એને કર્મ ના બંધાય. ૧૬૭૮ આટલું જ જાણવાનું છે : “આઈ” અને “માય'નું “સેપરેશન’ કરને, તો આખું શાસ્ત્ર સમજી ગયો ! આખું બ્રહ્માંડ સમજી ગયો !!! ૧૬૭૯ “આઈ એ વસ્તુ સ્વરૂપ છે ને ‘માય' એ સંયોગ સ્વરૂપ છે. સંયોગ સ્વરૂપ ને “વસ્તુ’ સ્વરૂપ એ બે જુદાં હોય. ૧૬૮૦ સ્થૂળ “માય’ને બાદ કરતાં આવડે, પછી સૂમ બાદ કરવાનું. પછી સૂક્ષ્મતર ને સૂકમતમ બાદ કરવાનું. આ બધું બાદ કરતાં કરતાં “આઈ જુદું પડી જાય ! ૧૬૮૧ “આઈ એબ્સોલ્યુટ' છે. એને “માયનાં ભૂત વળગ્યાં છે ! ૧૬૮૨ “આઈ” એ જ તમે પોતે છો એટલું જ ‘રીયલાઈઝ' કરવાનું ૧૬૮૭ સંસારમાં સુખી થવાનો એક જ રસ્તો છે. “માય' છોડીને લોકોની પાછળ પડો ! ૧૬૮૮ “માય જેટલું કહેવામાં આવે છે તે બધું જ પરભાયું. ‘આઈ' એ “પોતે' છે ને “મા” બધું પરભાયું છે, પુદ્ગલ છે. વ્યવહારમાં “આ મારું છે' એમ બોલવામાં વાંધો નહીં. પણ અંદરખાને “આઈ’ ‘હું કોણ છું' એ નક્કી કરી લેવું જોઈએ. ૧૬૮૯ આત્મા સિવાય બીજું બધું શું છે? વ્યવહાર છે. અને વ્યવહાર પરાશ્રિત છે ! પરાશ્રિતને સ્વાશ્રિત લોકોએ માન્યું એટલે તમે ય માન્યું, એક ફેરો રોગ પેસે પછી નીકળે શી રીતે ? આ સંસાર રોગ વધતો વધતો ‘ક્રોનિક’ થઈ ગયો ! તે શી રીતે છૂટાય ? “વિજ્ઞાન’ મળે તો છૂટે! ૧૬૯૦ મન-વચન-કાયાનાં પરમાણું “ઈફેક્ટિવ' છે. તેથી ‘વસ્તુ' સારી-ખોટી દેખાય છે. સારાને ખોટું ને ખોટાને સારું દેખાડે છે. અને તેનાથી અભિપ્રાય બંધાય છે. મન-વચન-કાયાનાં પરમાણુ જ અભિપ્રાય બતાવે છે. ૧૬૯૧ જો વાઘ જોડે પ્રતિક્રમણ' કરીએ તો વાઘે ય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. “વાઘ'માં ને “મનુષ્ય'માં ફેર કશો નથી. ફેર તમારાં સ્પંદનોનો છે ! તેથી તેને અસર થાય છે. ૧૬૯૨ ‘વાઘ હિંસક છે' એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને ‘વાઘ શુદ્ધાત્મા છે' એવું ધ્યાન રહે તો એ હિંસક ના રહે. બધું થઈ શકે તેમ છે ! ૧૬૯૩ કોઈને માટે એક જ ફેર મહીં પરિણામ બગડે કે આને ઠેકાણે પાડી દઉં, એટલે એ તો ભગવાનની સાક્ષીએ નીકળેલી વાત, એ કઈ રીતે નકામી જાય ? પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય. બંધ થઈ જાય ! ૧૬૮૩ સ્થળ “માય’ને બાદ કરતાં તો બધાને આવડે. પણ સૂમ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ‘મા’ને બાદ કરવાનું શી રીતે આવડે ? એ તો “જ્ઞાની પુરુષ'નું કામ. ૧૬૮૪ “આઈ વીથ “માય', એનું નામ જીવાત્મા. ‘હું ” અને “આ બધું મારું છે' એ જીવાત્મદશા. અને “હું જ છું અને મારું ન હોય' એ પરમાત્મદશા !!! ૧૬૮૫ “આઈ’ એટલે હું, ને “માય’ એટલે મારું. “મા” બધો પરિગ્રહ છે. પરિગ્રહ જેટલો ઉંચકાય એટલો રાખવો. ૧૬૮૬ “આઈ’ અને ‘માય” એ બે જુદા જ ફાંટા છે. એ ક્યારેય ભેગા ના થાય. આમ કહેશે કે, “માય વાઈફ (મારી બૈરી), અમે બે એક જ છીએ. એક તો ના જ કહેવાય ને ? બે “આઈ” જુદા જ હોય ને ?
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy