SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૭ આ સંસારનો એટલો બધો ભો ના રાખવો કે જેથી પરલોક બગડે ! ૧૩૩૮ વીતરાગ ક્યારે કહેવાય ? આ જગતમાં કોઈ ચીજ સંબંધી ભય ના લાગે ત્યારે.. ૧૩૩૯ તમારે ભડક શી ? તમે પરમાત્મા છો ! પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે ! ‘આપણે’ પ્રકૃતિને પેલે પાર છીએ. ૧૩૪૦ જગતમાં ભય પામવા જેવું નથી. જે કંઈ થશે, તે પુદ્ગલનું જ થશે ને ? ૧૩૪૧ ભય કોને હોય ? જેને લોભ હોય તેને. ૧૩૪૨ વીતરાગનો સાર શો ? નિર્ભયતા ! ૧૩૪૩ જે નિરંતર ગારવરસમાં - ઠંડકમાં રાખે છે એ કષાય જ ભટકાવનારા છે. ૧૩૪૪ જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર, ભય ગયો એટલે વેપાર બંધ. ૧૩૪૫ સંસાર કે ક્રિયાઓ નડતી નથી, કષાયો નડે છે ! ૧૩૪૬ ક્રોધ-માન-માયા-લોભમાં જ જગતના બધા જ વિષયો સમાઈ જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. મુળ લોભમાંથી જ ઉત્પન થયું છે. માનીને માનનો લોભ હોય છે. કપટ પાછું એનું રક્ષણ કરે. ૧૩૪૭ આ જગતમાં જે સરળ નથી એ બધા ય કપટવાળા છે. ૧૩૪૮ એક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે, ત્યાં સુધી રઝળપાટ ચાલુ જ રહે. ૧૩૪૯ માનનો ય લોભ હોય છેવટે. લોભથી સંયોગ ઊભા થાય. સંયોગ ઊભો થયો એટલે સંસાર ઊભો થાય. ૧૩૫૦ દર્શનમોહનીયથી આખી માન્યતા ઊભી થઈ, તેથી આ કષાય ઊભા થયા. અત્યારે કષાયથી સાંધો છે. પણ કષાય શેનાથી તો કે દર્શનમોહનીયથી. ૧૩૫૧ અકષાયી ના થાય, ત્યાં સુધી મનુષ્યમાત્ર દુ:ખી જ હોય. ૧૩૫૨ જેના કષાય ગયા તે ‘દર્શન કરવા યોગ્ય. અકષાયભાવ એ જ “જ્ઞાની' ! ૧૩૫૩ અકષાયભાવ એ પરમાત્મભાવ છે. કષાય જાય તો આખા બ્રહ્માંડનો સ્વામી થયો. ૧૩૫૪ એક જ અકષાયી માણસનાં દર્શન કરવામાં આવે તો એમ ને એમ પાપ ધોવાઈ જાય ! ‘જ્ઞાની પુરુષ' સિવાય અકષાયી માણસ હોય નહીં. ૧૩૫૫ જ્યાં કષાય છે ત્યાં વીતરાગ ધર્મ જ નથી. ભગવાનને ત્યાગની જરૂર નથી. કષાય રહિત થવાની જરૂર છે. કષાય રહિતને મોક્ષ ધર્મ કહ્યો અને ત્યાગને સંસારધર્મ કહ્યો. ૧૩૫૬ જ્યાં કષાય ત્યાં નય પરિગ્રહનાં પોટલાં જ કહેવાય. પછી એ હિમાલયમાં પડી રહેતો હોય કે ગુફામાં ! કષાયનો અભાવ ત્યાં પરિગ્રહનો અભાવ, તે પછી રાજમહેલમાં કેમ રહેતો ના હોય ! ૧૩૫૭ શુદ્ધ ઉપયોગીને કષાય ભાવ હોય જ નહીં ! ૧૩૫૮ ગમે તેવા સંયોગો હોય પણ મહીં ચંચળતા ના હોવી જોઈએ. મહીં ચંચળતા થાય તો સમજવું કે હજી કષાય છૂટયા નથી. ૧૩૫૯ ગજવું કપાય ને કષાય ઊભા ના થવા દે તે “જ્ઞાન'.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy