SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠો લાગે છે. આરોપ કરે તેનાથી દુઃખો છે. ભગવાન તો પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે ! ૧૧૧૩ દેહ કરે છે, દેહના “સ્પેરપાર્ટસ' કરે છે ને અહંકાર માત્ર ઈગોઈઝમ' જ કરે છે કે “મેં કર્યું ! આમાંથી ગર્વરસ પેદા થાય છે ને તેને લઈને જ જીવી રહ્યો છે. મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, મેં સુખ ભોગવ્યું, તે ગર્વરસ ચાખી લે છે. આ ગર્વરસ જેનો ગયો, તે છૂટ્યો. આ ગર્વરસ અનંત અવતારથી શાથી ચાખે છે? કારણ આત્મરસ ક્યારેય ચાખ્યો જ નથી. ૧૧૧૪ ખાય પુદ્ગલ ને ખાલી અહંકાર કરે છે કે “મેં ખાધું'. એને ખબર જ નથી કે બીજો કોઈ છે. આ તો પારકી પીડા “પોતે' લઈ લે છે. ૧૧૧૫ જો ખરેખર જ “પોતે ભોગવતો હોય તો ભોગવનાર તો થાકી જાય. પણ પોતે ભોગવતો જ નથી. એ તો ખાલી “અહંકાર” જ કરે છે. ૧૧૧૬ જેટલા માણસ છે એટલા બધા અહંકારના પ્રકાર છે. ૧૧૧૭ જગતમાં કોઈ કર્તા નથી. “હું કરું છું' એ “ઈગોઈઝમ' છે. ઈગોઈઝમ'ની છત્રછાયા નીચે ભ્રાંતિ ઊભી રહી છે. ૧૧૧૮ ‘હું કોણ છું' એ જાણવું હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસે જવું પડે. તે “જ્ઞાની પુરુષ' અહંકારની હાજરીમાં “હું કોણ છું” જણાવડાવે. ત્યાર પછી તમારો હિસાબ બેસી જાય. ૧૧૧૯ જેને કંઈ પણ “મારાપણા'નું ભાન છે, એ જ ‘ઇગોઇઝમ' છે. ૧૧૨૦ જેટલો ભાગ ‘હું છું', તેમાં ‘મારું ના હોય. “મારું” તો “હું'ની બહાર હોય. ૧૧૨૧ જેનો અહંકાર ગયો, તે ભગવાન થયો ! અહંકાર છે, ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ગયો, તો થઈ ગયો પરમાત્મા. ૧૧૨૨ અહકાર-મેં કર્યું. જ્યાં પોતે નથી કર્યું, ત્યાં મેં કર્યું એમ કહે છે, તે અહંકાર છે. અહંકાર કરી છાતી ફુલાવીને ફરવું તે માન ને પછી પોતે કર્યું’ એમ બધાને કહેતાં ફરવું, તે અભિમાન કહેવાય. ૧૧ ૨૩ અપમાન વાગે ક્યાં સુધી ? જ્યાં સુધી માનનું ભિખારીપણું છે, નાશવંત ચીજોમાં ભિખારીપણું છે ત્યાં સુધી. ૧૧૨૪ લોકો માન આપે તે ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ના હોવું ઘટે. ૧૧૨૫ માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય એટલે આકર્ષણ ના થાય કોઈને. મોઢા ઉપર રૂપ હોય તો ય પણ એ માનને લઈને કદરૂપો દેખાય. ૧૧ ૨૬ અપમાનનો કિંચિત્માત્ર જેને ભો છે તે “જ્ઞાની' નથી. માનની રુચિ છે તે “જ્ઞાની' નથી. ૧૧૨૭ અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન છેદાઈ જશે ! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેનાં બદલ અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે ! ૧૧૨૮ ‘તેમણે મારું અપમાન કર્યું', એ જ્ઞાનથી ભયંકર પાપ બંધાય ૧૧૨૯ આમ “ઈન્સલ્ટ' ગમતું નથી ને લોકોનું “ઈન્સલ્ટ કરવામાં શૂરો હોય છે. એને માનવતા કેમ કહેવાય ? ૧૧૩૦ જેને માનની મોટી ગાંઠ હોય તેને, “કંઈ અપમાન થઈ જશે, કંઈ અપમાન થઈ જશે' એમ રહ્યા કરે. અથવા “ક્યાંથી માન મળશે, ક્યાંથી માન મળશે', એમાં જ તન્મયાકાર રહે ! ૧૧૩૧ કોઈ આપણને જે જે કરે, “આવો આવો’ કરે, ત્યાં આપણી છાતી ફૂલવા માંડે, તો એ ખોટ જ ખાય ને ? આમાં સામાની
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy