SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર આપ્તસૂત્ર ૧૦૩ ૯૮૫ રીક્ષામાં બેસી રસ્તામાં પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે. ૯૮૬ લોભનો અર્થ શો ? બીજાનું પડાવી લેવું. ૯૮૭ જેની પાસે ક્રોધ છે, એ ક્રોધના તાપથી સામાને વશ કરવા જાય છે અને જેની પાસે ક્રોધ નથી, એ શીલ નામના ચારિત્રથી બધાને વશ કરી શકે છે ! જાનવર પણ એનાથી વશ થાય !! ૯૮૮ પ્રતિકૂળતામાં કષાય થાય છે અને અનુકૂળમાં બહુ કષાય થાય છે. પણ અનુકુળના કષાયો ઠંડા હોય. એ રાગ કષાય છે, એમાં લોભ ને કપટ હોય. અને પ્રતિકૂળતામાં વૈષ કષાય, એટલે ક્રોધ ને માન હોય. ૯૮૯ આત્મા અને નિશ્ચેતન ચેતન, એ બેનો સાંધો કષાય છે. ‘અમે’ આ કષાયને નિર્મૂળ કરી નાખીએ છીએ ! ૯૯૦ કષાયો દબાવ્યાથી જાય એમ નથી, એ “જ્ઞાન'થી જાય. ૯૯૧ કષાયનો અભાવ એ જ આનંદ. ૯૯૨ સંસારવૃક્ષનાં મૂળિયાં કષાયો છે. કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો એ મુખ્ય મૂળિયાં નથી. કષાયોનાં મૂળિયાં જ બધું પાણી પી જાય ૧૦૪ નથી. ૯૯૬ કષાયનું નિવારણ, એનું નામ મોક્ષ. પહેલું કષાયનું નિર્વાણ થાય પછી ‘પેલું' ! ૯૯૭ આત્માનું આપણને ના કરવા દે, એ બધા આપણા વિરોધીઓ-કષાયો, તેમને આપણે ગાંઠીએ નહીં. ૯૯૮ ‘જે છે તે' દેખાતું નથી ને “જે નથી તે' દેખાય છે, એનું નામ જ મોહ ! ૯૯૯ સંસારમાં કોઈ પણ જાતનાં દુઃખ છે, તે બધાનું કારણ મોહ ૧૦00 મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય, ને તેમાં જ તન્મયાકાર રહે છે. ૧૦૦૧ સાંસારિક હિતાહિતનું ભાન જતું રહે, તે મોહ. ૧૦૦૨ અહંકારનું સ્વરૂપ મોહ નથી. મોહનું સ્વરૂપ અહંકાર છે. અહંકારનું જન્મધામ મોહ છે. ૧૦૦૩ જેમ જેમ મોહ વ્યાપ્યો, તેમ તેમ ખાડામાં ઊંડા ઊતરતાં જ ગયા ! ૧૦૦૪ મોહ જ તમને કેડી કંડીને તમારું તેલ કાઢી નાખશે ! ૧૦૦૫ આ જગતમાં આકર્ષણ વસ્તુ એ શું છે ? પ્રગટ અગ્નિ છે, ત્યાં ચેતવું જોઈએ. આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. ૧૦૦૬ નિર્મોહી કોણ ? ‘જ્ઞાની પુરુષ'. એમને આરપાર હાડકાં માંસ-દેખાય. ૧૦૦૭ જ્યાં સુધી અજ્ઞાન ખસે નહીં, ત્યાં સુધી મોહ જાય નહીં. ૯૯૩ જ્યાં કષાય ઉત્પન થાય ત્યાં આત્મા બહુ છેટો હોય. કષાયનો અભાવ ત્યાં ‘વીતરાગ ધર્મ’ છે ને જ્યાં કષાય છે ત્યાં “રીલેટિવ ધર્મ’ છે ! ૯૯૪ નિગ્રંથ ક્યારે થાય ? કષાયોથી રહિત થાય ત્યારે. કષાયો એ જ ગ્રંથિ છે. ૯૯૫ જ્યાં કષાયો છે ત્યાં સમકિત નથી ને સમકિત છે ત્યાં કષાય
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy