SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર ૮૮૧ ઇચ્છા એ જ પરવશપણું. ૮૮૨ જેને કંઈ પણ ઇચ્છા હોય તો તે ભગવાન જ ના કહેવાય ! ૮૮૩ ઇચ્છાઓ પુગલ કરે છે, તે દબાય શી રીતે ? જો તું ઇચ્છા કરતો હોઉં, તો તેને બંધ કરી દેને ? પણ તે તેમ નથી થતી, માટે ઇચ્છા પુદ્ગલ વસ્તુ છે. ૮૮૪ ઇચ્છાઓ થાય છે, તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં આવે છે, તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી. ૮૮૫ જ્યાં સૂક્ષ્મ પણ ઈચ્છા છે, ત્યાં ‘વસ્તુ' પ્રાપ્ત થાય નહીં. ૮૮૬ ‘જ્ઞાન’ વગર ઈચ્છા જાય નહીં. ઈચ્છાથી જ અંતરાય છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યાં પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત ૮૮૭ થાય. આપ્તસૂત્ર ૮૯૩ ‘આપણે’ ચેતન અને અંતરાય નિચેતન, તે છેવટે ચેતનનો જ જય થાય ! ૮૯૪ આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એ ચેતન. કાને સંભળાય, ‘ટેલિવિઝન' દેખાય, ‘રેકર્ડ' સંભળાય એ ચેતન નથી. ચેતન તો દિવ્યચક્ષુથી દેખાય. ૮૯૫ આત્મા એટલે ચેતન-પરમાત્મા. તેનો એક પણ ગુણ નકલ થઈ શકે તેમ જ નથી. જે નકલ થાય છે તે પુગલના ગુણો છે. વાણી એ “ટેપરેકર્ડ' છે. વિચાર એ “ડિસ્ચાર્જ છે. જે ‘ડિસ્ચાર્જ થાય છે, એ પુદ્ગલ છે ! ૮૯૬ આખા જગતને ‘હું કરું છું' એ ભ્રાંતિજન્ય ભાન છે. ખરી રીતે તો બધાનું ‘ડિસ્ચાર્જ' જ થઈ રહ્યું છે, પણ તેનું તેને ભાન નથી. પોતાને ‘પોતાનું જ ભાન નથી. ૮૯૭ ‘હું ચંદુભાઈ છું' એ જ ભ્રાંતિ છે અને એમાંથી ‘ચાર્જ થાય છે. ‘ચાર્જ થતું ક્યારે બંધ થાય ? જયારે હું કોણ છું એનું ‘જેમ છે તેમ' ભાન થાય ત્યારે. ૮૯૮ પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવમાં આવે છે, તે બધું જ ‘ડિસ્ચાર્જ છે. આ તો પુણ્યના આધારે પોતાના ધાર્યા પ્રમાણે થાય ત્યારે “મેં કર્યું' કહે, ને ખોટ જાય ત્યારે ‘ભગવાને ઘાલી’ કહે ! નહીં તો કહે, કે મારા ગ્રહો રાશી છે !!! ૮૯૯ ‘ચાર્જ એટલે સંયોગો બધાનું ભેગું થવું ને ‘ડિસ્ચાર્જ' એટલે સંયોગો બધાનો અસ્ત થવો. ૯00 ‘ડિસ્ચાર્જ' તો કોને કહેવાય, કે જે પોતાની રૂચિ વગર ફરજિયાત કરવું પડે તે ! ૯૦૧ મન, ચિત્ત ડિસ્ચાર્જ થાય છે તેને જગતે ‘ચાર્જ માન્યું. એટલે મન સ્થિર કરવા જાય છે ને ચિત્ત સ્થિર કરવા જાય છે, પણ એમ થાય તેમ નથી. ૮૮૮ “અમને' એકે ય અંતરાય કેમ નથી ? કારણ કે “અમને' સંપૂર્ણ નિઇચ્છક દશા છે. ૮૮૯ ‘અમારે” એક જ ઇચ્છા હોય, તે ય આથમતી, જગતકલ્યાણની'! ૮૯૦ મનુષ્ય તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. ઇચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો ! નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો. ૮૯૧ આત્માને અને મોક્ષને કેટલું દૂર છે ? માત્ર અંતરાય એટલું જ. ૮૯૨ ‘બિલકુલ' નેગેટિવ બોલે, તેના અંતરાય પડે ને ‘પોઝિટિવ'ના અંતરાય ના પડે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy