SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ૮ આપ્તસૂત્ર કરાવે ને પાપ જાગૃત રાખે. ૭૬૦ ધર્મની પેલી પાર ક્યારે જવાય ? ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી પાર પેસવા દે, નહીં તો પ્રવેશ આપે નહીં. ૭૬૧ “અમારે' સહજ ક્ષમા હોય, ક્ષમા રાખવી ના પડે. ક્ષમા રાખવી, એ તો મહેનત કરવી પડે. મહેનત કરવી, એ જ્ઞાન નથી. ક્ષમા એ તો ચરમ દશાનો સહજ ગુણ છે. પાછલાં બેત્રણ અવતારથી સહજ ક્ષમા હોય. સહજ ક્ષમામાં શુદ્ધ પ્રેમ હોય. ૭૬૨ ક્ષમા મોઢેથી આપવાની ના હોય. સહજ ક્ષમા હોય જ. આત્મા પ્રાપ્ત થયાની નિશાની જ સહજ ક્ષમા છે ! ૭૬૩ ‘જ્ઞાની પુરુષ' પાસે જેટલા દંડને યોગ્ય હોય, તેમને પણ માફી હોય, ને તે સહજ ક્ષમા હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ ક્ષમા આપવામાં આવે છે, ત્યાં જ લોકો ચોખ્ખા થાય છે. ૭૬૪ સારા અને અસાર આ બેના ભાગને સમજી જવું, એનું નામ વિવેક. સારાસારનું ભાન નથી એ મનુષ્ય જ ના કહેવાય. ૭૬૫ સારાસારનો વિચાર આવે તે વિવેક. વિવેક હોય તો વૈરાગ ઉત્પન્ન થાય. અને વૈરાગ હોય તો ત્યાગ ટકે, નહીં તો ત્યારે ય ટકે નહીં. વૈરાગના “બેઝમેન્ટ' સિવાય ત્યાગ ટકે નહીં. ૭૬૬ “આ મારું ને આ પરાયું’ એ સ્વ-પરના વિવેકમાં રહે, એ જ છેલો મોક્ષધર્મ. ૭૬૭ સત્સંગ એટલે સત્નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો યોગ થવો તે. અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુ:ખદાયી છે. ૭૬૮ જે સત્સંગ હિતકારી થઈ પડ્યો તે, ક્ષણે ય ભૂલાવો ના આપ્તસૂત્ર જોઈએ. માર્ગ મળે ત્યારે કહેશે, કે બે દહાડા આપણે મુકામ કરીએ. અલ્યા, માર્ગ મળતો નથી ને માર્ગ મળ્યો છે ત્યારે બેસી રહે, તે મૂરખ કહેવાય. ૭૬૯ જેને સત્સંગ જોઈએ છે, તેનો સત્સંગ જતો નથી. ૭૭) લોક જોડે પ્રસંગ પાડવા જેવો નથી. એ કુસંગ છે. સત્સંગ જોડે પ્રસંગ પાડવા જેવું છે. ૭૭૧ “આપણે” છીએ જ અસંગ. એનો અનુભવ ના થવા દે એ બધો કુસંગ કહેવાય. ૭૭૨ જે આપણાં મન અને ચિત્તને બહેકાવે એ બધા જ કુસંગ. મન અને ચિત્તને ઠારે એ સત્સંગ. ૭૭૩ ભટકવાના માર્ગ ચિત્તને આકર્ષિત કરાવે તેવા છે. મોક્ષમાર્ગ ચિત્તને આકર્ષણ ના કરે. ૭૭૪ ધણી જોડે ચિત્ત જતું હોય તો એ ચિત્ત સંસારી છે. બહારના માણસ જોડે ચિત્ત જતું હોય તો એ લબાડ ચિત્ત છે. ને જ્ઞાની પુરુષ'માં ચિત્ત જતું હોય, તો ભગવાનપદને પ્રાપ્ત થઈ રહ્યો છે ! ૭૭૫ ચિત્તને જ શુદ્ધ કરવાનું છે. મન તો કશું બગડ્યું નથી. મનનો સ્વભાવ જ છે, અવળું-સવળું બધું દેખાડવું. ચિત્ત જ બગડ્યું છે, ને ભટક, ભટક, ભટક, ભટક.. કર્યા કરે છે અને પાછી ટિકિટ કશી લેવાની નહીં. એ તો ખુદાબક્ષ ! ચિત્તશુદ્ધિનો નાનામાં નાનો ઉપાય, તે નિસ્પૃહી પુરુષનો પરિચય અને દર્શન. અને છેલ્લામાં છેલ્લો ઉપાય “જ્ઞાની'નું દર્શન ! આ સિવાય ચિત્તશુદ્ધિનો કોઈ ઉપાય જ નથી સંસારમાં, નિસ્પૃહી પુરુષો અને વીતરાગોની વાણી હૃદયદ્રાવક હોય !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy