SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર એકધારી હોવી જોઈએ. આ તો કેવું કે એક દિશામાં મોક્ષની ભાવના હોય અને બીજી કેટલી બધી દિશામાં સંસારી ભાવના હોય. તેનું પ્લસ-માઈનસ” થઈ જાય ! અને “મૂળ' ભાવના ઊડી જાય ! ભાવના તો એકધારી હોવી જોઈએ, તો જ એ ફળીભૂત થાય. ૭૧૬ કકળાટ સિવાય ઇન્ડિયન લાઈફ નથી અને ઇન્ડિયન લાઈફ સિવાય મોક્ષ નથી. એ કકળાટની અત્યંત સીમા ઉપર મોક્ષ આપ્તસૂત્ર મતભેદ છે. ૭૨૭ જગતનો જે ભેદ છે તે લોકો જાણે, પણ ‘ભેદના ભેદને કોઈ ના જાણે. આત્મા ને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ એનો શો ભેદ છે એ ના જાણે. એ ભેદનો ભેદ છે. ૭૨૮ જગતના ‘ભેદનો ભેદ' તો સંતો-મહાત્માઓ પણ ના જાણે. એ ‘ભેદનો ભેદ' એક ‘જ્ઞાની પુરુષ' જાણે. ૭૨૯ આ જગતનું પઝલ સોલ્વ થઈ જાય એટલે મહીં સમાધિ રહે. ૭૧૭ મોક્ષ અઘરો નથી સંસાર અઘરો છે ! ૭૧૮ સંસારનાં સાધનો પાસેથી સંસાર કરાવો અને ‘તમે' જુઓ અને જાણો. ૭૧૯ મોક્ષ આવતો નથી, મોક્ષ સમજાય છે. મોક્ષ સ્વરૂપ તો ‘તું' છે જ, પણ એનું ‘તને ભાન નથી. માટે મોક્ષ સમજાય છે. ૭૨૦ મોક્ષમાં જવાનું નથી, પોતે પોતાના “સ્વરૂપ’ થવાનું છે. ૭૨૧ મોક્ષ એટલે ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે. ૭૨૨ જ્યાં સુધી આત્મદ્રષ્ટિ ના થાય, ત્યાં સુધી બધો સંસાર જ ૭૩૦ સંસારનું છેવટનું સ્ટેશન શું હોવું જોઈએ ? સમાધિ. ૭૩૧ સંસારમાં નરમાં ય નારાયણ છે ને નારીમાં ય નારાયણ છે. ન્યારો રહીને નિહાળે તે નારાયણ ! ૭૩૨ આખું જગત નિર્દોષ જ છે. જો નારાયણને ઓળખ્યા તો નર નિર્દોષ જ દેખાય. આત્મા શુદ્ધ સ્વરૂપ જ છે. ૭૩૩ “ચંદુ’ એ નર” ને “તું” નારાયણ, તે નરનારાયણની જોડી છે. લોકો નરનારાયણનાં દર્શન કરવા જાય છે ને ?! ૭૩૪ જેટલો કેફ વધે, એટલા નારાયણ છેટાં. ૭૩૫ જે સમજણનો કેફ ચઢે, એ ભયંકર અજ્ઞાન છે. ‘જ્ઞાનથી કેફ ઓગળે. ૭૩૬ આ દુનિયામાં જેને ગરજ જતી રહે એ પરમાત્મા થઈ જાય, પણ જો તેનો કેફ ના ચઢે તો ! ૭૩૭ સાચી સમજણથી કેફ ઊતરે. અણસમજણથી કેફ ના ઊતરે. ૭૩૮ જ્યાં કેફ ચઢે, ત્યાં તે આત્મ - અજ્ઞાન કહેવાય ! ૭૩૯ કેફની ખબર ક્યારે પડે? ‘તમારું ખોટું છે' એમ કહે ત્યારે. ૭૨૩ લોકદ્રષ્ટિથી કોઈ દહાડો ય સંસારની પાર ના જવાય. જ્ઞાની'ની દ્રષ્ટિએ સંસાર પાર કરાય. ૭૨૪ લોકદ્રષ્ટિ એટલે શું? ઉત્તરને દક્ષિણ માને છે. ૭૨૫ દ્રષ્ટિમાં આત્મા તો થયા પરમાત્મા ! દ્રષ્ટિમાં બનેવી તો થયા સાળા ! ૭૨૬ મોક્ષ એટલે દ્રષ્ટિ નિર્મળ કરવી તે અને બંધન એટલે દ્રષ્ટિની અનિર્મળતા. દ્રષ્ટિદોષ છે તેના જ ઝઘડા છે ને
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy