SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર સુખ ના સમજવું એ “ોંગ બિલિફ', તે મિથ્યાદર્શન. ને રાઈટ બિલિફ' તે “સમ્યક દર્શન' ! ૬૪૨ “હું ચંદુભાઈ છું એ અજ્ઞાન માન્યતા, ‘હું સીત્તેર વર્ષનો છું' એ અજ્ઞાન માન્યતા, “હું જૈન છું' એ અજ્ઞાન માન્યતા, “ આનો બાપો થઉં, આનો મામો થઉં, આનો કૂવો થઉં', એ કેટલી બધી અજ્ઞાન માન્યતાઓ ! જેમ આ લાકડાં આવડાં આવડાં એક એક જુદાં હોય, તેમને બધાંને ભેગાં કરીને બાંધીએ એને ભારી કહેવાય. એવું અજ્ઞાન માન્યતાઓને પછી દોરડીથી બાંધીએ એને ‘મિથ્યાત્વ' કહેવાય. આખું બધું દોરીથી વીંટ વીંટ કરે એ તો ગાઢ મિથ્યાત્વ કહેવાય અને એમાંથી આગળ “હું મહારાજ છું, હું આચાર્ય છું' એ અવગાઢ મિથ્યાત્વ !!! ૬૪૩ અનાત્માને આત્મા માનવો ને આત્માને અનાત્મા માનવો એ ગાઢ મિથ્યાત્વ છે ! ૬૪૪ જે જે “હું છું, હું છું કહેવામાં આવે છે તે બધું મિથ્યાત્વ છે. મારું છે' બોલે છે એની ચિંતા નથી. જ્યાં હું ચંદુભાઈ છું' ત્યાં બધું “મારું, મારું” છે. “હું શુદ્ધાત્મા છું' તો કશું જ રહેતું નથી. ૬૪૫ “હું ચંદુભાઈ છું’ એ મિથ્યાદર્શન ને “મેં આમ કર્યું એ મિથ્યાજ્ઞાન. ૬૪૬ દર્શન અને જ્ઞાનમાં શો ફેર છે ? દર્શનનું વિશેષભાવ એ જ્ઞાન છે. જ્ઞાન-દર્શન ભેગું થાય એ ચારિત્ર કહેવાય. જ્ઞાન કોને કહેવાય કે દર્શનથી ફીટ થઈ જાય ને પછી તે બીજાને સમજાવે. ૬૪૭ દર્શન એટલે ‘બિલિફ'. સુદર્શન એટલે “રાઈટ બિલિફ'. કુદર્શન એટલે “રોંગ બિલિફ'. ૭૦ આપ્તસૂત્ર ૬૪૮ સામાન્ય ભાવે જોવું, એનું નામ દર્શન અને વિશેષ ભાવે જોવું, એનું નામ “જ્ઞાન”. ૬૪૯ બંધનનું ઉપાદાન કારણ શું? અજ્ઞાન. મોક્ષનું ઉપાદાન કારણ શું ? “જ્ઞાન'. ૬૫૦ જ્ઞાન સાક્ષાત્ થયું, એને “જ્ઞાન” કહે છે અને જે જ્ઞાન સાક્ષાત્ નથી, એને અજ્ઞાન’ કહ્યું છે. “જ્ઞાનનું પ્રમાણ જ સાક્ષાત્ છે ! ૬૫૧ “જ્ઞાન” એટલે પોતે પોતાના મૂળ સ્વરૂપને જાણવું, ને તેને ના જાણવું તે અજ્ઞાન. ૬૫ર પૌગલિક જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાનને “જ્ઞાન” કહેવાય છે. નિર્ભેળ આત્મજ્ઞાન થવા માટે પુગલનું જ્ઞાન ને આત્મજ્ઞાન બને જોઈએ. ૬૫૩ અજ્ઞાને ય એક પ્રકારનું અજવાળું છે. પણ તે ભૌતિક સુખને દેખાડનારું છે ને “જ્ઞાન” સાચા સુખને દેખાડનારું છે. ૬૫૪ પરિણામ પામે તે “જ્ઞાન”. પરિણામ ના પામે તે શુષ્ક જ્ઞાન'. ૬૫૫ સમજમાં આવે એ ‘દર્શન’ અને અનુભવમાં આવે તે “જ્ઞાન”. ૬૫૬ પોતે સમજે તે ‘દર્શન’ ને તે સમજ બીજાને સમજાવી શકે તે “જ્ઞાન'! ૬૫૭ ભલે “જ્ઞાન” ના હોય, પણ નક્કી કર્યું હોય કે મારે લીકેજ નથી થવા દેવું, તે પામે. જે પોતાની જાતને એક ક્ષણ પણ લીકેજ થવા ના દે, એનું નામ તપ કહેવાય. ૬૫૮ “જ્ઞાન' તો પ્રકાશ છે. પ્રકાશ થયા પછી તપ કરીશ, તો એ તપથી મોક્ષ થશે. અને ‘આ’ અજ્ઞાન તપથી તો દેહ મળશે. મન તપશે, તો તેનું ફળ તને ભૌતિક મળશે. આ તાપણીના તપ્યાનું ફળ મળશે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy