SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર ૫૦૬ મોક્ષમાર્ગ સમજવાનો છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, એ બધું જ પુદ્ગલ કરે છે. એનો લાભ શો ? મૂળ દ્રષ્ટિ બદલાયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે ! ૫૦૭ ક્રિયાઓ બદલવાની નથી, તારી દ્રષ્ટિ જ બદલને ! ૫૦૮ મોક્ષ એટલે શું ? દ્રષ્ટિભેદ થવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ દ્રષ્ટિભેદ કરી આપે. ૫૦૯ ૫૧૦ ૫૫ બહુ ફેર છે. જે ક્રિયા મહીં ઉદય સ્વરૂપે આવી હોય તે તમે ભલે કરો. પણ જેનો ઉદય નથી તેને માટે તમે યોજના ના કરો કે, ‘આ ક્રિયા કરવી જ જોઈએ, આમ કરવું જ જોઈએ,’ નહીં તો એ જ યોજના ક્રિયા સ્વરૂપે ઉદયમાં આવશે. ૫૧૧ ૫૧૨ પરમ વિનયથી જ મોક્ષ છે. ક્રિયાઓ કરવાની નથી, પરમ વિનયમાં આવવાનું છે. ક્રિયાકાંડ તો તું લઈને જ આવેલો છે. જ્ઞાનકાંડ કરવાનું છે. શુદ્ધ ક્રિયાકાંડ એ જ્ઞાનકાંડનું પરિણામ છે. ક્રિયાકાંડ શું છે ? જ્યારે જ્ઞાની ના હોય, મોક્ષમાર્ગનો નેતા ના હોય, ત્યારે લપસી ના પડાય તેના માટે ક્રિયાકાંડ જોઈએ. એ શુભ ક્રિયા છે. ક્રિયાકાંડ એ ખોટી વાત નથી. પણ આ કાળમાં મૂળ રહ્યું નથી. બધી ‘રોંગ બિલિફો’ બેઠી છે. ક્રિયાકાંડ ક્યાં સુધી ટકે ? મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહે તો. એકાત્મવૃત્તિ તૂટી એટલે ક્રિયા કામ લાગશે નહીં. ૫૧૩ પાપ-પુણ્ય એટલે શું ? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું ૫૬ માટે પુણ્ય બંધાશે. ૫૧૪ પાપ-પુણ્ય કોણે ઘડ્યાં ? સમાજે ? ના. પાપ-પુણ્ય નેચરલ છે. ૫૧૫ જેને પાપ કરતાં બીક લાગે છે, એ મોટું જ્ઞાન કહેવાય ! ૫૧૬ પુણ્યનો સ્વભાવ કેવો ? ખર્ચાઈ જાય. કરોડ મણ બરફ હોય પણ તેનો સ્વભાવ કેવો હોય ? ઓગળી જાય તેવો. ૫૧૭ આપ્તસૂત્ર ૫૧૯ ૫૧૮ કુસંગનો ચેપ તો ટી.બી. કરતાં ય ખરાબ કહેવાય. ટી.બી. તો એક જ અવતાર મારે. આ તો અનંત અવતાર બગાડે ! સત્સંગમાં ગમે તેટલાં કષ્ટ પડે તે સારાં, પણ કુસંગમાં ગમે તેટલું સુખ નકામું. ૫૨૧ આ દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ ? જેને કુસંગ ના અડે. ૫૨૦ સંગનો વાંધો નહીં, પણ સંગદોષ ના લાગવો જોઈએ. એ ચેપી છે ! ૫૨૨ ૫૨૩ ધર્મમાંથી પાડી નાખે, એનું નામ કુસંગ. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગ એ જ ‘પોઈઝન’ છે. સત્સંગ પર સ્ત્રીની પેઠે આસક્તિ હોય તો જ કામ થાય. ભગવાને જ કહ્યું છે, ‘કુસંગ !” એ દ્વેષથી નથી કહ્યું ભગવાને. ત્યારે ‘સત્સંગ,' રાગથી ય નથી કહ્યું. વીતરાગતાથી બોલ્યા છે, આ સત્સંગ છે - આ કુસંગ છે. કુસંગના ડાઘ લાખો અવતાર સુધી જતાં નથી. તેથી જ અમે તમને ‘સત્સંગમાં બેસી રહેજો' એમ કહીએ છીએ. ૫૨૪ સત્સંગ એટલે તદ્દન ‘સત્’ની જોડે ‘હું’ ને મારી જોડે તમે છો, તે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy