SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર ૪૩ ત્યારે. વીતરાગતા ઉત્પન ક્યારે થાય? બુદ્ધિનો અભાવ થાય ત્યારે. ૩૯૩ જ્ઞાન કામ કરાવે છે એ “પ્રજ્ઞા શક્તિ' છે ને સંસારમાં ભટકાવી મરાવે છે એ અજ્ઞા શક્તિ છે. ૩૯૪ અજ્ઞા શક્તિ લોક-વ્યવહારની છે ને “પ્રજ્ઞા શક્તિ' મોક્ષ માટેની છે. ૩૯૫ અજ્ઞા સંસારની બહાર નીકળાવા ના દે અને ‘પ્રજ્ઞા' મોક્ષે લઈ ગયા વગર છોડે નહીં. ૩૯૬ ‘આ’ વિજ્ઞાન શેનાથી જોયેલું છે ? “પ્રજ્ઞા શક્તિથી. સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે “અહીં’ તો નિર્મળ જ્ઞાન જોઈશે. ૩૯૭ આ “સાયન્સ'ની રીતે ભગવાનને સમજવાની રીત છે અને ‘પેલો' ધર્મ છે તે અધર્મને ધક્કા મરાવે. તે અધર્મ ક્યારે પૂરો થઈ રહે ? ૩૯૮ શાસ્ત્રમાં ધર્મ છે, મર્મ નથી. મર્મ ‘જ્ઞાનીના હૃદયમાં છે. ૩૯૯ ધર્મ મોક્ષે લઈ જાય નહીં, મોક્ષે વિજ્ઞાન’ લઈ જાય. ધર્મ જુદી વસ્તુ છે, વિજ્ઞાન જુદી વસ્તુ છે ! ધર્મ બધો કર્તાભાવે છે, અધર્મેય કર્તાભાવે છે અને ‘વિજ્ઞાન'થી “અકર્તા ભાવ” ઉત્પન્ન થાય અને તેનાથી મોક્ષ થાય. ૪૦૦ આખું જગત ધર્મ નથી ખોળતું, પોતાની ‘સેફ સાઈડ' ખોળે ૪૪ આપ્તસૂત્ર ૪૦૪ અંતઃકરણ એ “એઝેક્ટ પાર્લામેન્ટ’ જેવું જ છે. એમાં અહંકાર - “પ્રેસિડન્ટ', બુદ્ધિ-વડાપ્રધાન, ચિત્ત-“ફોરેન ડિપાર્ટમેન્ટ', મન- હોમ ડિપાર્ટમેન્ટ'. ૪૦૫ અંતઃકરણમાં મુખ્ય પ્રસ્તાવ મૂકનાર જવાબદાર પ્રધાન કોણ ? આમાં મુખ્ય કોઈ જ નથી. ઉદય આવે ને ચારમાંથી એક ભાગ પ્રસ્તાવ મૂકનાર પ્રધાન હોય. ૪૦૬ અંતઃકરણનો ઉદ્ભવ એકદમ શી રીતે થાય ? એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. “એવિડન્સ' મળે એટલે મન ઊભું થાય અથવા એવિડન્સ મળે એટલે અહંકાર ઉભો થાય અથવા ચિત્ત કે બુદ્ધિ ઊભી થાય. આમાં કોઈની માલિકી જ નથી. બધું સ્વતંત્ર છે, પાર્લામેન્ટરી' પદ્ધતિ છે. ૪૦૭ અંતઃકરણની ‘મૂવમેન્ટસ' છે જ. એને કોઈને ચલાવવું પડતું નથી. એ સ્વયં સંચાલિત છે. સ્વયં સંચાલિત એટલે ‘ડિસ્ચાર્જ સ્વરૂપ. ૪૦૮ અંતઃકરણના ચાર ટુકડા નથી, એક જ છે. પણ જે વખતે જે કામ કરે છે તે રૂપે તે હોય છે. મન કામ કરે છે તે વખતે મનરૂપી અંતઃકરણ હોય છે. બુદ્ધિ કામ કરે છે તે વખતે બુદ્ધિરૂપી અંતઃકરણ હોય છે. ચિત્ત કામ કરે છે તે વખતે ચિત્તરૂપી અંતઃકરણ હોય છે અને અહંકાર બુદ્ધિની સાથે જ હોય હંમેશાં. એ એકલો ના હોય. ૪૦૯ ચિત્ત જ્ઞાન-દર્શન સ્વરૂપે છે. “એવિડન્સ' ભેગા થાય છે ત્યારે તે “ડિસ્ચાર્જ થાય છે ને તેમાંથી પાછો પોતે ભ્રાંતિથી “ચાર્જ) કરે છે. ૪૧૦ તરત ડિસિઝન આપી દે, “સોલ્યુશન' આપી દે તે બુદ્ધિશાળી. ગૂંચાયો તો ઓછી બુદ્ધિનો. ૪૦૧ રક્ષણ કરનારું જો કોઈ હોય તો તે ધર્મ જ છે. તમને ને દાદાને ભેગા કોણે કર્યા ? તમારા ધર્મે જ ! ૪૦૨ જે આપણને ધરી રાખે તે ધર્મ, પડવા ના દે તે ધર્મ ! ૪૦૩ જે વસ્તુ આપણને અંતઃકરણની સ્થિરતા કરાવે તે ધર્મ.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy