SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ એવું તમે આત્મા છો, ને બીજું બધું ‘ફેઝિઝ’ છે. આ ‘ફેઝિઝ’ છે તે લોકો માટે છે કે આ ચંદુભાઈ છે. ચંદ્ર કંઈ બીજ થયો ? એ કંઈ કપાયો ? એ તો ચંદ્ર જ છે ! આ તો ફેઝિઝ ઓફ ધ મૂન, એવાં ફેઝિઝ ઓફ ધ મેન છે ! ૩૮૦૦ જીવે અને મરે એ જીવ ને અમરપદ પ્રાપ્ત કરે એ આત્મા ! આત્મા એ ‘સેલ્ફ’ છે ને આ રિલેટિવ સેલ્ફ છે. જીવ તો અવસ્થા છે. ૩૮૦૧ જીવને વિનાશી ચીજોમાં શ્રદ્ધા છે. વિનાશી ચીજોનો જ એને ભોગવટો છે ને પરમેશ્વરને અવિનાશી ચીજમાં શ્રદ્ધા છે, અવિનાશીનો જ ભોગવટો છે. ૩૮૦૨ ભગવાને ખરી વિરાધના કોને કહી ? ‘જ્ઞાન'ની વિરાધના કરશે, તે વિરાધક કહેવાશે. અજ્ઞાનની વિરાધના કરનાર આરાધક કહેવાશે. ૩૮૦૩ અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ. જ્ઞાનની વિરાધના તો એક ક્ષણ પણ અમારે ના હોય. અમે જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ ! જ્ઞાન એ જ આત્મા છે ! જ્ઞાન એ જ પરમાત્મા છે ! જ્ઞાન એ જ તીર્થંકર છે ! જ્ઞાન એ જ સિદ્ધ છે ! એટલે જો જ્ઞાનની વિરાધના થઈ તો તીર્થંકરોની વિરાધના થઈ, સિદ્ધની વિરાધના થઈ, પરમાત્માની વિરાધના થઈ ! જ્ઞાનની વિરાધના થઈ, તેની જુઓ ને કેવી દશા થઈ ! ૩૮૦૪ ખોટાની ય વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાનું એ ‘વ્યુ પોઈન્ટ’ છે, ખોટું નથી. તમને ના પોસાય તો ના કરો. વિરાધના સાચાની ય ના કરવી ને ખોટાનીય ના કરવી. વિરાધના માત્ર દુ:ખદાયી છે. ૩૮૦૫ ધર્મની વિરાધના એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુ:ખ દેવાનો ભાવ થવો તે. ૩૮૦૬ સંસારમાં જે દુઃખ પડે છે, તે આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે. ૩૮૦૭ આરાધના કોનું નામ ? જેની આરાધના કરી, એની ક્યારેય વિરાધના ના થાય, ભલે જીવન-મરણનો પ્રશ્ન હોય ! આરાધના એટલે આરાધના. ૩૮૦૮ આ ઊંધું જ્ઞાન મળે છે, તેનાથી તૃષ્ણા થાય છે અને આ ઊંધા જ્ઞાનની આરાધના કરો છો, તેનાથી આ બધાં દુઃખો છે ! ૩૮૦૯ અજ્ઞાનતા એ જ હિંસક ભાવ છે. જ્ઞાન એ જ અહિંસક ભાવ છે. ૩૮૧૦ દર્શન કોનું નામ ? કૈફ ઉતારે. કોઈ પણ સ્થિતિમાં પેટનું પાણી ના હાલે તે ‘જ્ઞાન'. ૩૮૧૧ ‘ડીપ્રેશન’ આવે જ નહીં, એનું નામ જ્ઞાનની પૂર્ણાહૂતિ. ૩૮૧૨ ‘સેબોટેજ’ (ભાંગફોડ) કરે એ અજ્ઞાન. ‘હેલ્પ’ (નિવારણ) કરે એ જ્ઞાન. ૩૮૧૩ ઇન્દ્રિયજ્ઞાન સીમિત છે, અતીન્દ્રિય જ્ઞાન અસીમિત છે. ૩૮૧૪ જે અવિનાશી તત્ત્વો છે તે દિવ્યચક્ષુગમ્ય છે, ને બીજી બધી વિનાશી ચીજો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. ૩૮૧૫ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં બુદ્ધિ છે ને અતીન્દ્રિય પ્રત્યક્ષમાં ‘જ્ઞાન’ છે. ૩૮૧૬ આ સંસારની સર્વ જંજાળો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, ‘શુદ્ધ ચેતન’ અતીન્દ્રિય પ્રત્યક્ષ છે ! ૩૮૧૭ આત્મા સિવાય બીજું બધું પૂરણ-ગલન છે. દેહ પણ પૂરણ ગલન છે. દેહ ગલન થતો થતો છેલ્લે સ્ટેશને જાય છે ! ૩૮૧૮ દેહની બધી ક્રિયાઓમાં અજ્ઞાનીનો આત્મા પણ જુદો રહે તેમ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy