SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અરીસા આગળ વ્યવહાર ઊભો નથી થતો ? અરીસા આગળ કશું દેખાય છે કે નહીં ? શું એ “એઝેક્ટ’ વ્યવહાર નથી ? આપણે જેટલું કરીએ એટલું એ એક્ઝક્ટ' કરે છે ને ? આ અરીસાના વ્યવહારને લોકો ઘોળીને પી ગયા ! આ આપણો ય એવો જ વ્યવહાર છે. બીજું કશું જ નથી. ૩૬૯૭ જેટલો વ્યવહાર તમને સ્પર્શે નહીં એ વ્યવહાર “વ્યવહાર' કહેવાય. એમ કરતાં કરતાં આખો ય વ્યવહાર સ્પર્શ નહીં, એટલે થઈ ગયું “કેવળજ્ઞાન'. ૩૬૯૮ શુદ્ધ વ્યવહારમાં બિલકુલ બુદ્ધિની જરૂર નથી. ૩૬૯૯ છેવટે બુદ્ધિ વગરનું વિજ્ઞાન થશે ત્યારે કામ થશે. “અક્રમ વિજ્ઞાન' શેનાથી જોઈ રહ્યું છે ? પ્રજ્ઞાશક્તિથી ! ૩૭00 એક અજ્ઞાશક્તિથી જગત ઊભું થઈ ગયું છે ! અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા જ કરે છે. ૩૭૦૧ ક્રમિકમાર્ગમાં છેક છેલ્લે “સ્ટેશને’ અજ્ઞાશક્તિ વિદાય લે ને પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. અહીં “અક્રમ માર્ગ'માં પહેલી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે ને અજ્ઞાશક્તિ તે જ વખતે વિદાય લે છે ! ૩૭૦૨ અજ્ઞા નામની શક્તિથી પાપ-પુણ્ય રચાય છે. ૩૭૦૩ પ્રજ્ઞા નામની શક્તિ “જ્ઞાન'થી ઉત્પન્ન થાય છે ! ૩૭૦૪ અજ્ઞાશક્તિ સંસારમાં ને સંસારમાં ભટકાય ભટકાય કરે ! અજ્ઞાને બુદ્ધિની મદદ પાછી અને પ્રજ્ઞાને આત્માની મદદ. ૩૭૦૫ આ બુદ્ધિ કે આ પ્રજ્ઞા, એની વ્યાખ્યા શી? સહેજ પણ અજંપો કરે તે બુદ્ધિ, પ્રજ્ઞામાં અજંપો ના હોય. ૩૭૦૬ અજ્ઞાશક્તિ ઉત્પન કેમ થઈ ? આત્મા પર સંયોગોનું જબરજસ્ત દબાણ આવ્યું. એટલે જ્ઞાન-દર્શન વિપરીત થયું, સ્વાભાવિક રહ્યું નહીં. એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. ૩૭૦૭ અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. એવું કહ્યું તેવો દેહ બંધાઈ જાય. એને કશી મહેનત કરવી ના પડે. પછી ઈગોઈઝમ” જોડે ને જોડે જ હોય. જૂનો ઈગોઈઝમ' પૂરો ના થયો હોય ત્યાં નવો ઈગોઈઝમ” ચાલુ થઈ જાય. ૩૭૦૮ સંજોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ અને જો ‘જ્ઞાની પુરુષ' મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય. પછી અજ્ઞાશક્તિ વિદાય થઈ જાય ! પ્રજ્ઞાશક્તિ સંયોગો અને આત્માને બન્નેને જુદા પાડી આપે છે ! ૩૭૦૯ સંકલ્પ શક્તિથી જગત ચાલ્યા કરે છે. રાત્રે અંધારામાં મોટર'ની “લાઈટ' ચાલુ થાય એટલે એમ લાગે કે જીવડાં મરે છે. તે શું પહેલાં નહોતાં મરતાં ? પણ પ્રકાશ થવાથી તેને દેખાયું કે જીવડાં મરે છે. તે પછી પોતે માને કે હું જીવડાં મારું છું ! ૩૭૧૦ આ કઢી બનાવે છે તે દેખીતા સાંયોગિક પુરાવાઓ છે ને આ જગત ચલાવે છે તે તો ગુપ્ત સાંયોગિક પુરાવાઓ છે. ૩૭૧૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ભેગા થાય તો જ કામ થાય છે. નહીં તો કશું જ થાય તેમ નથી તો પછી અહંકાર કરવાનો રહ્યો જ ક્યાં? ભગવાનની વાત સમજ ના પડી તેથી જગત ફસાયું છે, છતાં ય જગત તો આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહે નહીં ને? સ્વભાવ છે ને ! પણ જેને આ સમજવું હોય તેને તો સમજવા જેવું છે. ૩૭૧૨ આઠ ને પાંત્રીસે શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય, એ “એવિડન્સ' છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવ આ બધાં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy