SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧૬ ભેદ એટલે સંસાર અને અભેદતા એ પરમાત્મપણું. જેટલી લોકોની જોડે અભેદતા વર્તે એટલું પરમાત્મપણું પ્રગટ થાય ! ૩૫૧૭ ભગવાન શું કહે છે ? તમે જો ચંદુભાઈ છો, તો આપણે ભેદ છે. તમે જો શુદ્ધાત્મા છો, અભેદ છો, તો આપણે બે એક છીએ ! ૩૫૧૮ આત્મા અભેદ છે, ભેદબુદ્ધિથી સંસાર છે ! ૩૫૧૯ ભગવાનનો કાયદો જ છે કે જ્યાં ‘હું કંઈક છું' એમ થયું કે ભગવાનથી એ જુદો. ૩૫૨૦ સંસારની બીજી બધી ચીજો પરથી ભાવ છૂટી જાય તો | ‘અમારી' જોડે અભેદતા ઉત્પન્ન થાય. ૩૫૨૧ એકરૂપતા થાય તેમ નથી, પણ એકતા થાય એટલું કરી લેવાની જરૂર છે ! ૩૫૨૨ શરણાગતિ એટલે શું ? અભેદભાવ. શરણાગતિ એટલે હું, તું, અમે એક જ છીએ, એકભાર ! ૩૫૨૩ જ્યાં પરમાત્મા વ્યક્ત થયા છે એવાં ‘જ્ઞાની પુરુષ'ને પૂરેપૂરા અર્પણ થઈ જવાનું હોય, ત્યાં આપણો આત્મા આત્મસ્વભાવમાં ને દેહ પરમ વિનયમાં હોય. ૩૫૨૪ ગુરુતમ ભાવ એ અવિનય છે ને લઘુતમ ભાવ એ પરમ વિનય છે. ૩૫૨૫ જે લઘુતમ પદ છે ને તે જ ગુરુતમ પદ આપનારું છે. અને પેલું ગુરુતમ કે ‘હું કંઈક છું', એ તો નાશ કરશે. ગુરુતમ પદ જોઈતું હોય તો લઘુતમ પદની આરાધના કરો. ૩૫૨૬ જે મોટો થવા ગયો, એ નાનો થઈ જાય. મોટો-નાનો એ પૌદ્ગલિક છે. પ્રત્યક્ષ લઘુપણું બતાવે એટલો મોટો થાય ! ૩૫૨૭ અમે લઘુતમ પુરુષ છીએ. અમારાથી કોઈ જીવ નાનો નથી. બીજી બાજુ અમે ગુરુતમ છીએ. અમારાથી કોઈ મોટો નથી. ૩૫૨૮ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ અમે લઘુતમ છીએ. બાય રિયલ વ્યુ પોઈન્ટ અમે ગુરુતમ છીએ. નિશ્ચયમાં અમે ગુરુતમ ને વ્યવહારમાં લઘુતમ એ અમારો સ્વભાવ ! ૩૫૨૯ અમારો દેખાવ-વર્તન બધું લઘુતમનું હોય ને વૈભવ ગુરુતમનો હોય. ૩૫૩૦ લઘુતમમાં તો કાયમની ‘સેફ સાઈડ છે, ગુરુતમવાળાને ભો ! ૩૫૩૧ આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ' કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તે ય ‘એક્સેપ્ટ' કરે, દાનેશ્વરી દાન આપે તે ય “એક્સેપ્ટ’ કરે, બધું ‘એકસેપ્ટ' કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મ શક્તિ છે અને એ જ આત્મા છે ! ૩૫૩૨ આ દુનિયામાં જ્યાં સુધી તમને કોઈ પણ વિરોધ છે, ત્યાં સુધી તમારામાં વિરોધ છે. જ્યાં સુધી તમારામાં વિરોધ છે, ત્યાં સુધી તમે બ્રહ્માંડના સ્વામી ના થઈ શકો. ૩૫૩૩ વિરોધાભાસમાં પોતે સ્થિર રહે, એનું નામ જ મોક્ષ. જાતે કપાઈ છૂટવું પણ આપણે કોઈને ના કાપવું. ૩૫૩૪ વિરોધ કરે ત્યાં વધારે દોષ બેસે. આ જગતમાં વિરોધ કરવા જેવું જ નથી. જે જે તમે વિરોધ કરો છો, તે તમારો પોતાનો જ વિરોધ કરી રહ્યા છો ! માટે પ્રોજેક્ટ (યોજના) એવો કરો કે વિરોધ ના થાય. ૩૫૩૫ જો આપણે સામાનો વિરોધ કરીએ તો સામો આપણા વિરોધના પક્ષમાં બેસી જશે ને એ એમાં વધારે મજબૂત થશે. એનાં કરતાં આપણે વિરોધ જ ના કરવો. વીતરાગતાથી જ ભગવાન
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy