SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫૯ ક્રોધ-માન-માયા-લોભમાં ના રહે તે સાચી વીતરાગતા. એ સિવાય જે વીતરાગતા રહે તે અહંકારી વીતરાગતા. ૩૪૬૦ આખું જગત ફરી વળેને તો ય “વીતરાગતા” એવી શક્તિ છે કે કોઈ વસ્તુ એને ચોંટે નહીં ! ૩૪૬૧ પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી ને આજની શક્તિ, એ બધું વીતરાગો જોતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય. ૩૪૬૨ વીતરાગ કોને કહેવાય કે જે કોઈના દુઃખે દુઃખી ના થાય. વીતરાગમાં કરુણા હોય ! દયાળુ હોય તે દુઃખી થાય, કરુણાવાળો ના થાય. દયા એ કંઠ ગુણ છે. દયાની સામે નિર્દયતા હોય જ. ૩૪૬૩ દયા કોઈ આપણા પર રાખે તો આપણને હીનતા લાગે. જ્યારે કરુણામાં એવું ના હોય. ૩૪૬૪ ધર્મની શરૂઆત દયાથી થાય છે અને “એન્ડ' (અંત) કરુણાથી થાય છે. ૩૪૬૫ સ્વચ્છ આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય. તેથી જ તો “હું' બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ જ કારુણ્યતા, બીજો કોઈ ભાવ નહીં. ૩૪૬૬ લોક દર્શન ક્યારે કરે ? આંખમાં કોઈ જાતનો ખરાબ ભાવ ના દેખાય ત્યારે દર્શન કરે ! એમની આંખો જોતાં જ સમાધિ થાય ! ૩૪૬૭ આ જગતમાં કારુણ્યમૂર્તિ થવાની જરૂર છે. જો કારુણ્યમૂર્તિ થાય તો મોક્ષ સામો આવે, ખોળવા જવો ના પડે. વિરોધીની સામે ય કરુણા હોય ! ૩૪૬૮ એક ચિત્ત થયા પછી જ કારુણ્યમૂર્તિ થવાય. ૩૪૬૯ પોતાના સુખનું નહીં, પણ સામાને શી અડચણ છે તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત. અમને નાનપણથી જ સામાની અડચણની પડેલી. પોતાના માટે વિચારે ય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ “જ્ઞાન” પ્રગટ થાય. ૩૪૭૦ કરુણાથી જ “જ્ઞાન” ઉત્પન્ન થાય. કારુણ્યતાનું બીજ પડ્યું છે, તેને “જ્ઞાન” પ્રગટ થયા વગર રહે જ નહીં. ૩૪૭૧ કોઈ જીવને કોઈ પણ જાતના કામમાં લેવાની ઇચ્છા ના હોય, ત્યારથી જ કરુણા ઉત્પન્ન થાય. પરસ્પર આધાર છે ત્યાં સુધી કરુણા ના હોય. આધાર-આધારી ના હોવું જોઈએ. પોતે કો'કનો આધાર થાય ખરો પણ પોતે આધારી ના હોય કોઈના ! ૩૪૭૨ કરુણા જ આ જગતનું છેલ્લામાં છેલ્લું પેમ્ફલેટ' છે ! ૩૪૭૩ “જ્ઞાની પુરુષ'ની કરુણા “વર્લ્ડ વાઈડ' હોય, જીવમાત્ર પર હોય ! ૩૪૭૪ કોઈને ય કોઈ પણ રસ્તે કળવામાં ના આવે એ “જ્ઞાની પુરુષ'! “જ્ઞાની પુરુષ' ઓળખાય એક એમની વીતરાગતાથી ! ૩૪૭૫ “જ્ઞાની પુરુષ' હંમેશાં “ઓપન’ હોય, એ સંસારમાં જ હોય, એ કાંઈ ગુફામાં ના હોય, ગુપ્ત ના હોય, ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા. પૂર્ણ દશાએ પહોંચેલા એવા “જ્ઞાની” તો સંસારમાં જ હોય અને લોકકલ્યાણ કરતાં હોય. ૩૪૭૬ ‘વીતરાગ' સિવાય કોઈ તારણહાર નથી આ દુનિયામાં ! ૩૪૭૭ પોતાનો અહંકાર અને બુદ્ધિનો ડખો ખલાસ થઈ જાય ત્યારે માણસ “પોતાનું કલ્યાણ કરે. ૩૪૭૮ આ બંધનમાંથી છૂટવા માટે જે બંધનમુક્ત થયા હોય એવાં જ્ઞાની પુરુષ'ના આશ્રયે જવું. આશ્રયનો અર્થ શો ? ટુ એપ્રોચ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy