SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તૂટે ! ‘પોતાપણું જ્યાં આગળ કંઈ પણ છે તે બધો ડખો છે ! ૩૪૨૪ “પોતાપણું” નાશ ક્યારે થાય ? જ્યારે સંપૂર્ણ આજ્ઞામાં રહેવાય ત્યારે ! આજ્ઞામાં રહ્યા એટલે સ્વચ્છંદ રહ્યો જ નહીં ને ?! ૩૪૨૫ “મુક્ત પુરુષ'ની આજ્ઞાવશ રહેવું, એનું નામ ધર્મ. પુસ્તકનું પછી કામ નથી. ૩૪૨૬ ધર્મ કરવાનો કયો? ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં રહેવું તે. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ, ધર્મ શું છે ? પોતાના સ્વરૂપની રમણતા કરવી તે ! લૌકિક ધર્મ એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું તે. ૩૪૨૭ આશા ભૂલ્યો ત્યાંથી દુ:ખદાયી. આજ્ઞામાં રહ્યો ત્યાંથી સુખદાયી ! ૩૪૨૮ “જ્ઞાની પુરુષ'ની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય તે કરી લેવાય, એવો વખત ફરી ફરી ના મળે ! ૩૪૨૯ “અમારી’ ‘પાંચ આજ્ઞા'ની બહાર આ જગતનું એક પણ પરમાણુ નથી ! ૩૪૩) તમે “અમારી' “પાંચ આજ્ઞા'માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે ! બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું. ૩૪૩૧ “અમારી’ એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને, તો એકાવતારી થઈ જવાય તેવું છે ! પછી જેવી જેની સમજણ. પણ અબુધ થઈને કામ કાઢે તો. ૩૪૩૨ “અમારાં પાંચ ‘ફંડામેન્ટલ’ વાક્યો છે. એનાથી આખા વર્લ્ડને કામ કાઢી લેવું હોય તો તેમ થઈ શકે તેમ છે. “સ્વરૂપનું જ્ઞાન” ના હોય તો ય આ વાક્યોની આરાધનાથી ઘણું કામ ચાલી જાય. ૩૪૩૩ તમારે આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવું. પછી આજ્ઞામાં રાખવું એ કુદરતનું કામ છે. ૩૪૩૪ આજ્ઞા આપવી એ કંઈ સહેલી વસ્તુ નથી. એની પાછળ તો જ્ઞાની'નું પ્રત્યક્ષ બળ જોઈએ. એ તો એવો સંયોગ આવે તો આજ્ઞા અપાય. ૩૪૩૫ ‘પરસ્ત્રી માતા સમાન થવી જોઈએ. નીતિનું ધન આવવું જોઈએ અને ત્રીજું, મને કશું જ આવડતું નથી.” આટલું જેને થયું, તેની જવાબદારી “અમે' લઈએ છીએ. ૩૪૩૬ સંસારના સારામાં સાર એકલાં “જ્ઞાની પુરુષ' જ છે. ૩૪૩૭ આપણને દુઃખમુક્ત કરે એ “જ્ઞાની'. દુઃખ વધારે એ જ્ઞાની નહીં. ૩૪૩૮ જ્યારે આત્મા જાણે ત્યારે “સત્ પુરુષ' કહેવાય અને આત્મા જાણીને તેમાં જ મુકામ કરે, તેમાં જ કાયમ સ્થિરતા રહે, એ ‘જ્ઞાની પુરુષ' કહેવાય ! ૩૪૩૯ મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય નહીં, મુક્ત વાણી ઉત્પન્ન થાય નહીં, મુક્ત વર્તન ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી મનોહર થવાય નહીં. ૩૪૪૦ કષાયથી મુક્ત થાય ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. ૩૪૪૧ અખંડ પ્રેમ સ્વભાવી ભગવાન હાસ્યને આધીન છે. અખંડ રાગ સ્વભાવી માણસ શોકને આધીન છે. આસક્તિને આધીન ૩૪૪૨ જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે. એક પણ માણસનો દોષ દેખાય તો મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. અને મુક્ત “હાસ્ય’વાળાનાં દર્શનથી જ આપણું કલ્યાણ થાય !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy