SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ૧ છે પોતે અસંગ, ને પડ્યો છે સંગ-પ્રસંગમાં ! ૩૩૬૨ ક્રોધ-માન-માયા-લોભ પોતાના “ડિસ્ચાર્જ ભાવ'નાં ઊભાં થાય તે સંગ, ને સામાના નિમિત્તે ઊભાં થાય તે પ્રસંગ ! ૩૩૬૩ ખરો સત્સંગ તે અસંગ-સત્સંગ. પૌદ્ગલિક સંગને કુસંગ કહે ૩૩૬૪ “જ્ઞાની પુરુષ' એટલે મૂર્તિમાન મોક્ષસ્વરૂપ કહેવાય ! મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત્ કહેવાય. પરમ સત્તા સંગમાં અમથા બેસી રહીએ, તો ય પરમ સસંગ છે ! એનું ફળ મળ્યા જ કરે !!! ૩૩૬૫ તૃષ્ણા અનંત છે, મનુષ્યોના વિકલ્પો અસંખ્યાત છે. એમાં મનુષ્યોનો મેળ શી રીતે ખાય ? ૩૩૬૬ લોકોને સંતોષ થાય છે, પણ તૃપ્તિ થતી નથી. સંતોષ શાથી થાય છે ? એણે ઇચ્છા કરી હતી કે રસ-રોટલી ખાવા મળે તો ઠીક. તે મળે એટલે સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ તો જ્ઞાનીને હોય. ૩૩૬૭ ફરી ભોગવવાની ઈચ્છા ના થાય, એનું નામ તૃપ્તિ. ૩૩૬૮ સંતોષ એ તો પરિણામ છે. પૂર્વે સંતપુરુષોનું સાંભળેલું હોય, તેના પરિણામે સંતોષ ઉત્પન્ન થાય. ૩૩૬૯ સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! ૩૩૭૦ આશા નિરાશારૂપે સાંપડે એ આશા શા કામની ? ૩૩૭૧ ગાડી તને મળશે એવી આશા રાખ, પણ વખતે ગાડી ના મળી તો આશા નહોતી એવું રાખ. ૩૩૭૨ સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ, તો ય એનું એ જ ફળ આવવાનું છે. આની શી લાલચો ? ૩૩૭૩ લાલચથી લપટાયો છે, તેનાથી જ સંસાર ઊભો છે ! આખું જગત લાલચથી લપટાયું છે ! ૩૩૭૪ જેને લાલચ ના રહે, તે બ્રહ્માંડનો સ્વામી છે ! ૩૩૭૫ લાલચ દીનતા કરાવડાવે અને દીનતા થાય એટલે મનુષ્યપણું ખોઈ બેસે ! ૩૩૭૬ લાલચ પેઠી કે પેઠું બધું. “કેવું સુંદર' કહ્યું કે વળગે ! ૩૩૭૭ આ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય. ૩૩૭૮ ભગવાને એક શરત મૂકેલી કે લાચાર ના થઈશ. ૩૩૭૯ લાચારીનું કારણ શું ? લાચારીનું કારણ અહંકાર છે. બહુ અહંકાર થાય ત્યારે લાચારી અનુભવાય. ૩૩૮૦ ‘વાસ્તવિક' જાણ્યા સિવાય કોઈ માણસ સ્વતંત્ર થઈ શકે નહીં. બાકી, જગત તો સ્વતંત્ર જ છે ! ૩૩૮૧ જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે. પોતાની અજ્ઞાનતાથી આ બધું એને ભાસે છે. ૩૩૮૨ આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી શકે એમ છે જ નહીં. દરેક જીવ સંપૂર્ણ સ્વતંત્ર છે. ભગવાન પણ ડખલ ના કરી શકે એટલી બધી સ્વતંત્રતા છે ! ૩૩૮૩ ગમે તેવી ‘ઈફેક્ટસ'માં, અસરોમાં હું મુક્ત જ છું' એવું રહ્યા કરે એ જ સચ્ચી આઝાદી ! ૩૩૮૪ સંસાર અડે નહીં, એનું નામ મુક્તિ. સંસારની ઉપાધિ અડે નહીં એ મુક્તિ. આખા જગતના તમામ જીવો મુક્તિ ઝંખે છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy