SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭૨ ભાવકો ભાવ કરાવડાવે છે. એને જો સાચા માન્યા એટલે એમાં પોતે ભળ્યો. એનાથી જ બીજ નંખાય છે. ૩૨૭૩ ભાવક કોણ છે ? પહેલાંની ગનેગારી છે. ૩૨૭૪ પોતાની પ્રતિષ્ઠા વધતી જાય તેમ તેમ ક્રોધ-માન-માયા-લોભ વધતાં જાય. મોટો પ્રતિષ્ઠિત પુરુષ સમાજમાં હોય એને માન વધે, ક્રોધ વધે, લોભ વધે. પોતાની પ્રતિષ્ઠા ઊઠે એટલે ક્રોધમાન-માયા-લોભની સૃષ્ટિ ઊઠી. ૩૨૭૫ વીતરાગોનું ‘વિજ્ઞાન’ કેવું હોવું જોઈએ ? નિષ્પક્ષપાતી હોવું જોઈએ. પક્ષપાત એ બધા જ ગચ્છમત છે. ૩૨૭૬ મોક્ષ એ કોઈ પક્ષમાં રહીને પ્રાપ્ત ના થાય. મોક્ષ અને પક્ષ વિરોધાભાસ છે. ૩૨૭૭ વીતરાગનો મત સાંપ્રદાયિક ના હોય. જ્યાં વીતરાગ છે ત્યાં સંપ્રદાય નથી. જ્યાં સંપ્રદાય છે ત્યાં વીતરાગ નથી. ૩૨૭૮ જ્યાં સુધી પક્ષપાત છે ત્યાં સુધી પૂર્ણતાના અંશમાં ય નથી ! પક્ષપાત છે ત્યાં કર્તા છે. ૩૨૭૯ પક્ષપાતથી આત્યંતિક કલ્યાણ ના થાય, પણ પાક્ષિક કલ્યાણ થાય ! ૩૨૮૦ પાક્ષિક જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. છેવટે તો નિષ્પક્ષપાતી જ્ઞાન જોઈશે. ૩૨૮૧ એક મિનિટ જ જો સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય તો તે ભગવાન થાય ! નિષ્પક્ષપાતી ગુણ એ તો વીતરાગતા છે. ૩૨૮૨ મોક્ષમાર્ગમાં, ‘તારું ખોટું છે' એવું ક્યારેય ના કહેવાય. ૩૨૮૩ પક્ષમાં પડવું એ રૌદ્રધ્યાનનું બીજ છે ! ૩૨૮૪ મતભેદ એટલે અહંકારની હાજરી. ૩૨૮૫ પાયાનો મતભેદ હોય તો મન જુદાં પાડી નાખે. એકબીજાની અક્કલ ખોળવા જાય ત્યાં પાયાનો મતભેદ થાય. ત્યાં કાળજી રાખવી પડે. ૩૨૮૬ મત એટલે પોતાનો અભિપ્રાય. ૩૨૮૭ દ્રષ્ટિરાગ એટલે એને લાગ્યું કે આ જ જગ્યા સત્ય છે, આ ડિગ્રી સત્ય છે. એટલે ત્યાં આગળ એ ચોંટી રહ્યો છે. ત્યાંથી ખસતો નથી, તે. ૩૨૮૮ વીતરાગના માર્ગમાં મતભેદ ના હોય. મતભેદ છે ત્યાં વીતરાગનો માર્ગ ન હોય. ૩૨૮૯ સંસારમાં આડાઈ હોય તો ચાલી શકે, પણ ‘અહીં’ આડાઈ ના કરે તો કામ થાય. ‘અમે’ જાત્રાએ જઈએ તો બધે દર્શન કરવાનાં. પક્ષવાળા તો કહેશે, ‘અહીં નહીં, અમે તો જૈન એટલે વૈષ્ણવનાં દર્શને ના જવાય.’ એમ બધે આડાઈ કરેલી. તે ભૂલ ધોવી તો પડશે ને ?! તેથી અમે રામના, કૃષ્ણના, જૈનના મંદિરમાં બધે દર્શન કરવા જઈએ. ૩૨૯૦ જ્યાં સ્વાભાવિકતા આવે ત્યાં વાડો હોય જ નહીં. વિભાવિકતા હોય ત્યાં વાડા. સ્વાભાવિકતાથી સહજતા ઉત્પન્ન થાય. ઝાડપાન, ગાય-ભેંસ બધામાં ભગવાનનાં દર્શન કરો છો પછી કોઈની જોડે જુદી વાડોનું ક્યાં સ્થાન ? બધે જ ભગવાન દેખાય ત્યાં ! ૩૨૯૧ આ દ્વૈતની આગળ લાખ માઈલ પર અદ્વૈતનું ‘સ્ટેશન’ આવે, ત્યાંથી લાખ માઈલ પર શબ્દનું ‘સ્ટેશન’ આવે. ત્યાંથી ઘણે દૂર નિઃશબ્દનું ‘સ્ટેશન’ આવે. ત્યાર પછી ત્રણ ‘સ્ટેશન’ આવે : (૧) સહજ પ્રતીતિનું મોટું ‘સ્ટેશન’ છે ત્યાં ! (૨) પછી
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy