SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમથી જ સામાને અસર થયા કરવાની. એ ઈગોઈઝમ' ઓગળી જ જવો જોઈએ. ૩૧૫૮ આવાગમન કોને છે ? આત્માને કે દેહને ? આવાગમન અહંકારને જ છે. આવાગમનનો આધાર અહંકાર છે. એ નિરાધાર થયો કે વસ્તુ પડી જાય. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, તેનું આવાગમન બંધ થઈ ગયું ! ૩૧૫૯ “મેં કર્યું' કહ્યું એટલે આધાર અપાય ને આધાર આપો તો એ કર્મફળ આપે. ‘મને વિચાર આવ્યો, હું વિચાર કરું છું એવું બોલો કે ટેકો આપ્યો ! “અમે કોઈ ચીજના કર્તા ના હોઈએ. ૩૧૬૦ ઈગોલેસ(અહં શૂન્ય) કરવાની જરૂર નથી. આપણે કોણ છીએ, એ જાણવાની જ જરૂર છે ! ૩૧૬૧ ઉપાય ના કરવો તે પણ અહંકાર છે ને ઉપાય કરવાના પ્રયત્નો કરવા તે ય અહંકાર છે. “નિરુપાય ઉપાય' થાય તે થવા દેવા. સહજ ઉપાય થવા દેવા. “અમારે' સહેજાસહેજ ઉપાય થઈ ૩૧૬૬ આ સંસારમાર્ગ છે. એમાંથી આત્મા પસાર થઈ રહ્યો છે ! એની જ આ બધી અસરો છે. બીજું કશું જ નથી. અસર છે, ઈફેક્ટ છે. ૩૧૬૭ આ તો બધી, દુનિયામાં ખાલી ઈફેર્સ (અસરો) જ છે. દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. ખાલી “રોંગ બિલીફ છે. છતાં સામો સાચું માને છે, એ એમની દ્રષ્ટિ છે, પણ આપણને એની અસર ના થવી જોઈએ. આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા એટલે બીજું બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. ૩૧૬૮ મેં મારા અનુભવથી જોયેલું છે. જ્યાં સુધી મને ઈફેક્ટો વર્તતી હતી બધી, જ્યાં સુધી મને એવું પરિણામ હતું, ત્યાં સુધી સામાને દુઃખ હતું. પણ જ્યારે મારા મનમાંથી ગયું, શંકા ગઈ, તો બધું ગયું! એ આ પગથિયાં જોઈ, અનુભવ કરીને હું ચઢેલો છું. એટલે હું માર્ગ બતાવી શકે. આ બધાને હું ‘જ્ઞાન' આપું છું, તે મારાં જોયેલાં પગથિયા ઉપર જ લઉં છું ! ૩૧૬૯ મારો “ઈફેક્ટિવ' શબ્દ જો સમજી જાય તો મોક્ષ થાય એવું જાય. ૩૧૬૨ ‘અમારે’ ‘નિરુપાય ઉપાય' હોય. અમે ઉપેય ભાવને પામેલા એટલે અમારે ઉપાય ના હોય, ને તમારે તો અમે જે દેખાડીએ એ ઉપાય કરવાં પડે. ૩૧૬૩ જ્યારે કોઈ પણ ઉપાય કરવાનો બાકી ના રહ્યો હોય ત્યારે ‘ઉપેય’ પ્રાપ્ત થયું કહેવાય ! ૩૧૬૪ બીજાને દુઃખ થાય છે એ જે દેખાય છે, એ એનો સેન્સિટિવનેસ'નો ગુણ છે, અને “સેન્સિટિવનેસ’ એ એનો એક જાતનો ઈગોઈઝમ' છે. એ “ઈગોઈઝમ' આપણામાં હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ. એ “ઈગોઈઝમ' આપણને નહીં હોય, તે દહાડે દુઃખ જ નહીં હોય ! એ ઈગોઈઝમ' ધીમે ધીમે ઓગળવો જોઈએ. ૩૧૬૫ પોતાના “ઈગોઈઝમ'નો ઉકેલ આવે એટલે સામાનો ઉકેલ આવી જાય ! પણ પોતાનો “ઈગોઈઝમ' છે ત્યાં સુધી ૩૧૭૦ ક્રોધને દબાવ દબાવ કરવાથી ક્રોધ ના જાય. ક્રોધને ઓળખવો પડે. ક્રોધ એ અહંકાર છે. અહંકારના ક્યા પ્રકારથી ક્રોધ થાય છે એની તપાસ કરવી જોઈએ. પ્યાલા ફૂટવાથી ક્રોધ થાય તો તેમાં નફા-નુકસાનનો અહંકાર છે, તેથી અહંકારને વિચારીને નિર્મૂળ કરવો જોઈએ. ૩૧૭૧ “ઈગોઈઝમ' એ દર્શનને આંતરે છે. ૩૧૭૨ બુદ્ધિની મહીં અહંકાર ભળી જાય છે ને કાર્ય થઈ જાય છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy