SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨૮ સામો હાર પહેરાવે કે ગાળો દે તો ય “એક્ઝક્ટનેસમાં બેઉ શેય છે, એટલે એને કંઈ જ ના થાય. ૨૯૨૯ સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત માત્ર છે. ૨૯૩૦ દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ૨૯૩૧ કર્મ શાનાથી બંધાય ? શુભ-અશુભ ભાવથી. શુદ્ધભાવથી મુક્તિ-મોક્ષ. ૨૯૩૨ કર્તા-ભોક્તામાં કર્મ બંધાય ને જ્ઞાતા-દ્રષ્ટામાં કર્મ ના બંધાય. ૨૯૩૩ જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ છે. અહંકાર વિલય થઈ ગયો એટલે કર્મ બંધ થઈ જાય ! ૨૯૩૪ દરેક યશ અને અપયશ લઈને આવેલો છે. ૨૯૩૫ આ દાદાને બધો જશ શાથી મળતો હશે ? મેં કંઈ જ કર્યું ના હોય તો ય લોક મને આવીને કહી જાય કે દાદા, તમારાથી જ મારું આ બધું કામ થયું ! હું ના પાડું તો ય જશ આપીને જાય. આ યશનામ કર્મ શું છે ? ભાવનાનું ફળ છે. ભાવના શી હતી ? કે આ જગતનું કોઈનું કંઈ પણ કામ કરો, ઘસાઈ છૂટો, ઓબ્લાઈજ (ઉપકાર) કરો. છેવટે કશું રૂપિયા ના હોય તો ધક્કો ખાઈ છૂટો. ૨૯૩૬ જગત કલ્યાણની ભાવનામાંથી જ યશનામ કર્મ ઉત્પન્ન થાય છે, અને જગતને ગોદા મારે ત્યારે અપયશનામ કર્મ થાય. ૨૯૩૭ સત્તાનો ઉપયોગ એનું નામ કરુણા ને સત્તાનો દુરુપયોગ એટલે રાક્ષસી વૃત્તિ કહેવાય. ૨૯૩૮ કોઈ પણ જ્ઞાનનો સદુપયોગ થાય તો એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને ઊભું રહે છે. ૨૯૩૯ જ્યારે બિલકુલ પરવશપણું ના રહે અને આખા બ્રહ્માંડનું માલિકપણું લાગે ત્યારે સંપૂર્ણ સત્તાધીશ થાય ! ભગવાન થાય ! ૨૯૪૦ સ્વસત્તામાં એક સમય પણ આવે તો સમયસાર થઈ ગયો ! ૨૯૪૧ સ્વસત્તા શેમાં છે? જે ભૂલ થાય છે, તેમાં જે જાગૃતિ રહે છે ને ચેતવે છે, એ સ્વસત્તા છે. પરસત્તામાં ક્યાંય ના પેસે ત્યાં સ્વસત્તા છે. ૨૯૪૨ પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ જ ભ્રાંતિ. આ બીજાની સત્તા છે એમ સમજતા થશો ત્યારથી કંઈક ભ્રાંતિ ખસશે. ૨૯૪૩ કિંચિત્માત્ર પોતાપણું' રાખવાની જરૂર નથી, ‘પોતે' છે જ નહીં. આ અસ્તિત્વ લાગે છે તે જ ભ્રાંતિ છે. ૨૯૪૪ “મારામાં મેં મારાપણું છોડી દીધું એટલે આ પબ્લિક ટ્રસ્ટ” થઈ ગયું. “અમારા' થકી તમને જે મળે છે તે તમારું જ સમજવાનું. “જ્ઞાન” તો તમારી અંદર ભર્યું પડેલું છે. અમારા નિમિત્તથી એનો ઉઘાડ થાય. ૨૯૪૫ પોતાને માટે જે વાપરે નહીં, તેનામાં અનંત શક્તિઓ હોય ! ૨૯૪૬ અહંકાર ને મમતા વગરના હોય, તેમને તો જેમ કુદરત રાખે તેમ રહે. તેમાં પોતાપણું ના હોય. ૨૯૪૭ પોતે ચોખ્ખો તો આ જગતમાં કોઈ તમારું કંઈ બગાડનાર નથી. પોતે ચોખ્ખો તો સો જણ એક્સિડંટમાં માર્યા જશે, પણ પોતે બચી જશે. એવું આ “એઝેક્ટ’ ‘વ્યવસ્થિત છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy