SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર તમે દૂર કરશો તો નિશ્ચય નથી. ૨૮૩૦ વ્યવહાર એટલે લૌકિક, ડ્રામેટિક અને નિશ્ચય એટલે અલૌકિક, રિયલ, અસલ, ડીસાઈડ. ૨૮૩૧ નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર એ પરાધીન છે અને પરિણામ તો પરાધીનનું ય પરાધીન છે. આપણે નિશ્ચય એકલો કરવાનો, વ્યવહારની માથાકૂટ નહીં કરવાની. વ્યવહાર પરાધીન છે. ૨૮૩૨ વ્યવહાર નિકાલી બાબત છે, નિશ્ચય ગ્રહણીય બાબત છે. ૨૮૩૩ ભગવાને કહ્યું કે વ્યવહાર આખો નિકાલી છે. માટે વ્યવહારને પકડી રાખવા જેવો નથી, એનો ઝટપટ નિકાલ કરી નાખવો. ૨૮૩૪ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળ્યા નથી, ત્યાં સુધી વ્યવહાર ‘કરવા યોગ્ય’ છે અને ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી વ્યવહાર ‘નિકાલી' છે. ૨૮૩૫ જે માણસ નિશ્ચય ચૂકે, એનો વ્યવહાર ‘વ્યવહાર’ જ ન હોય. ૨૮૩૬ વ્યવહાર એ પરાશ્રિત છે અને સંયોગોનું મિલન છે, અને સંયોગો પોતાના આધીન નથી. ૨૮૩૭ જે કષાય નિર્મૂળ કરવા આ વ્યવહાર કરવાનો છે, તે જ વ્યવહારથી આ કષાય ઊભા થાય છે ! ૨૮૩૮ કષાયને ટાણે જેને કષાય થાય છે તે ક્યારે ઊંધું નાખી દે તે કશું ય કહેવાય નહીં. ને કષાયને ટાણે જે જાગૃત રહે છે તે તર્યો ! ૨૮૩૯ કષાયો દંડે નહીં, એનું નામ જ્ઞાન. કષાયો દંડે એ અજ્ઞાન. ૨૮૪૦ કષાયભાવથી રહિત તેને ભગવાન કહે છે. ૨૮૪૧ આત્મા અને અનાત્મા વચ્ચે કષાયરૂપી સાંકળ છે. ૨૮૪૨ કષાય એ આવતા ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે ! ૨૮૪૩ વિષય વિષય જ છે. વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભા થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. ૨૮૪૪ કષાય ક્યાંથી જન્મ્યા ? વિષયમાંથી. વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. ‘રૂટ કોઝ’ અજ્ઞાનતા છે. ૨૮૪૫ જ્ઞાન ઉપર આવરણ તે અજ્ઞાન અને દર્શન ઉપર આવરણ તે અદર્શન. અજ્ઞાન અને અદર્શનનું પરિણામ શું આવે ? ‘કષાય’. અને જ્ઞાન-દર્શન એનું ફળ શું ? ‘સમાધિ’. ૨૮૪૬ સનાતન જ્ઞાન એ પોતે જ આત્મા છે. આત્મા એ જ્ઞાન છે અને તે જ પરમાત્મા છે. બીજા કોઈ પરમાત્મા ખોળવાની જરૂર નથી. તમારી મહીં જ એ પરમાત્મા બેઠેલા છે, આત્મા ય બેઠેલો છે ને દેહધારી ય બેઠેલો છે. મૂર્તિ યે બેઠેલી છે ને અમૂર્તે ય બેઠેલો છે ! ૨૮૪૭ આ લોકોનો માન્યો, બુદ્ધિમાં સમાય એવો આત્મા નથી. એ તો અમાપ છે. જ્યાં ‘મેઝર’ નથી, તોલ નથી, કંઈ જ ચાલે એવું નથી ! આત્મા તો ‘જ્ઞાન’થી જણાય એવો છે. એ તો ‘જ્ઞાની'ના ‘જ્ઞાન'થી જ આત્મા જણાય. ૨૮૪૮ ‘હું કોણ છું’ એ જ્ઞાનનો વહેમ પડી ગયો કે ખરેખર ‘હું આ ન હોય.’ અત્યાર સુધી જાણેલા જ્ઞાન પર વહેમ પડે, ત્યારથી જ અમે જાણીએ કે જ્ઞાન તૂટી જવાનું થયું ! જે જ્ઞાનમાં શંકા પડે એ જ્ઞાન ઊડી જાય. સાચા જ્ઞાન ઉપર કોઈ દિવસ શંકા ના પડે. ૨૮૪૯ કોઈ પણ વસ્તુ ‘જ્ઞાન’માં આવે પછી ફરી એ વસ્તુ અજ્ઞાનમાં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy