SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ડિસુઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેશ ! ૨૩૪૧ ધંધામાં ભગવાન હાથ ઘાલતાં જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણથી વરસ-બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. ૨૩૪૨ અમને કોઈ પૂછે કે “આ સાલ ખોટમાં ગયા છો ?” તો અમે કહીએ કે, “ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !” અને નફો થાય ત્યારે કહીએ કે, “ધંધાને નફો છે.” અમારે નફો-તોટો હોય જ નહીં. ૨૩૪૩ બધાય નફાની જ આશા રાખે છે. એકુંય માણસ ખોટની આશા રાખતો જ નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ. ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની આશા રાખીએ, બધા જેવું ના રાખીએ. ૨૩૪૪ ધંધો કરવામાં તે છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં બેસી જાય તો ધંધો બેસી જાય. ૨૩૪૫ જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે. ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. ૨૩૪૬ ઘેર બધાંની તબિયત સારી હોય તો જાણવું કે નફો છે. તે દહાડે ચોપડામાં ખોટ હોય તો ય તે નફો જ છે ! દુકાનની તબિયત બગડે કે ના બગડે, ઘરનાની ના બગડવી જોઈએ. ૨૩૪૭ ધંધામાં અણહક્કનું લેવાનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે. ૨૩૪૮ પૈસા ‘વ્યવસ્થિતીને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે અધર્મમાં રહેશે તો ય પૈસા તો આવ્યા જ કરશે ! ૨૩૪૯ નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતાં ભવે મળે. ૨૩૫૦ સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. ૨૩૫૧ નિસ્પૃહ થવું એ ય ગુનો છે ને સસ્પૃહ થવું એ ય ગુનો છે. ‘સસ્પૃહ-નિસ્પૃહ” રહેવાનું કહ્યું છે. ૨૩૫૨ ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઊધામા ના નાખવા. ‘રેગ્યુલારિટી ને ભાવ ના બગાડવો’ એ “રિલેટિવ પુરુષાર્થ છે. ઘરાક ન આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઝોલેઝોલાં આવે તો બધાને સંતોષ આપવો. ૨૩૫૩ ‘અમે' નિસ્પૃહ ના હોઈએ તેમજ સસ્પૃહે ય ના હોઈએ. અમે’ સસ્પૃહ-નિસ્પૃહ છીએ. તમારી ભૌતિક બાબતમાં નિસ્પૃહ ને તમારા આત્માની બાબતમાં સસ્પૃહ હોઈએ. ૨૩૫૪ નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય ને પ્રેમ ના હોય ત્યાં કશું જ કામ ના થાય. ૨૩૫૫ વિનાશી સુખો ભોગવવાની ઇચ્છાને સ્પૃહા કહેવાય. ૨૩૫૬ “વીતરાગોનું સાયન્સ સમજવા જેવું છે. આ જગત તમારું છે, તમારા જ જગતમાં તમને અડચણ પડે છે, એ ય અજાયબી ૨૩૫૭ આ સંસારમાં અગવડ એ અજ્ઞાનતાને આધારે છે. અમને કોઈ દહાડો ક્યાંય અગવડ દેખાઈ નથી. ૨૩૫૮ તમને જાતજાતની અડચણો આવશે. પણ અડચણ વખતે એની દવા તૈયાર તમને મળી રહેશે. બધી જાતના લોક છે એને માટે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy