SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯૨ અધ્યાત્મમાં ઊતર્યો ક્યારે કહેવાય? “હું આનાથી કંઈક જુદો છું' એવો એને ભાસ પડે ત્યારથી અધ્યાત્મ શરૂ થાય. અને દેહાધ્યાસ જાય ત્યારે અધ્યાત્મ પૂરો થઈ ગયો ! ૨૧૯૩ ‘રિલેટિવ' ધર્મની જરૂર ખરી. જ્યાં સુધી ‘રિયલ' પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ‘ડેવલપ થવા માટે, ખંડઈ, ખંડઈને વધે, તેમ તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય ને બળાપો સહન જ ના થાય ત્યારે મોક્ષ ખોળે ! ૨૧૯૪ ચિંતા - ‘વરીઝ', દુઃખ એ અધ્યાત્મનું ડેવલપમેન્ટ' કરવા માટે “હેલ્ડિંગ’ છે. ૨૧૯૫ વડોદરેથી મુંબઈ આવવું હોય તો દક્ષિણ દિશાનાં બધાં ચિહ્નો ગમે અને દિલ્હી જવું હોય તો ઉત્તર દિશાનાં ચિહ્નો બધાં ગમે. પોતાને શું ગમે છે' એ ઉપરથી ક્યો રસ્તો પકડ્યો છે તે હાથમાં આવી જાય. અનેક જાતના રસ્તા છે, એક રસ્તો નથી. જેટલાં ભેજાં તેટલાં રસ્તા છે, એ બધા બુદ્ધિમતના છે. બુદ્ધિમતનું સંચાલન છે ત્યાં રઝળપાટ છે. એક વીતરાગનો મત એકલો જ “સેફ સાઈડ'નો છે ! ૨૧૯૬ અધ્યાત્મ જ્યાં હોય ત્યાં તમે આરાધના કરો, તો અધ્યાત્મ પ્રાપ્ત થાય એવું છે. યથાર્થ અધ્યાત્મ હોય ત્યાં વિષયની બાબત ના હોય ; ચોરી, હિંસા, જૂઠ, પરિગ્રહ ના હોય. જ્યાં આ ના હોય ત્યાં તમે બેસો તો તમારાથી આગળ વધી શકાય. ૨૧૯૭ અધ્યાત્મ એ એવો માર્ગ છે કે જ્યાં ભૌતિક સુખોની આશા ઓછી કરતું કરતું જવાનું છે ! અને અંતે ત્યાં પોતાનું સ્વયંસુખ ઉત્પન્ન થાય ! પોતાનું સાચું સુખ, સનાતન સુખ ઉત્પન્ન થાય !!! ૨૧૯૮ “જ્ઞાનીની કૃપા' મોક્ષે લઈ જાય ને “ભગવાનની કૃપા' સંસારનાં ભૌતિક સુખો આપે. ભગવાન મોક્ષે ના લઈ જાય. કારણ કે ભગવાન, “જ્ઞાની’ વગર ઓળખાય નહીં ને ?! તે ગુપ્તવેષ રહે ! ૨૧૯૯ જગતના બધા ધર્મનાં તમામ પુસ્તકો ભેળાં કરે, એ ધારણ કરે તો ધર્મ ધારણ થાય ! એ ધારણ કરેલો ધર્મ સો ટકા મજબૂત થઈ જાય ત્યારે “મર્મ' નીકળવાની શરૂઆત થાય !! એ મર્મ જ્યારે સો ટકા મજબૂત થાય ત્યારે “જ્ઞાનાર્ક' નીકળવાનો શરૂ થાય !!! તે “જ્ઞાનાર્ક' આપણે “અહીં’ ડાયરેક્ટ પાઈ દઈએ છીએ !! ૨૨૦૦ જગતનું જે વિજ્ઞાન છે તે ક્રમિક છે, “સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું - પગથિયાં ચઢવાનું ! અને આ તો અક્રમ વિજ્ઞાન ! દસ લાખ વર્ષે ઉત્પન થયેલી વસ્તુ છે આ !! એમાં તો ‘લિફટ'માં જ જવાનું. પગથિયાં ચઢવાની મહેનત જ નહીં. પછી નિરંતર સમાધિમાં જ રહેવાય ! આધિ, વ્યાધિ ને ઉપાધિમાં નિરંતર સમાધિ ! ૨૨૦૧ પાકો એનું નામ કે ધર્મ પ્રાપ્ત થયા પછી એમાં જરાય કચાશ ના રાખે ! ૨૨૦૨ ધર્મ તો તદન તલવારની ધાર જેવો છે, ત્યાં પોલમ્પોલ ના ચાલે. ૨૨૦૩ વિરોધાભાસ વર્તન કરવું એનું નામ અધર્મ ને અવિરોધાભાસ વર્તન કરવું એનું નામ ધર્મ. ૨૨૦૪ ધર્મ એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની સાધના. ૨૨૦૫ આત્મધર્મ કોના માટે છે ? જે કોઈથી ય અંજાય નહીં. ભડક કોઈની કેમ લાગવી જોઈએ? જો ભડક કોઈની લાગે તો તે અંજાયેલો કહેવાય. ૨૨૦૬ કોઈ પણ જાતની લાગણી એ “રીએક્શનરી' છે અને નિર્ભેળ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy