SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં. નિર્દોષ જુએ ત્યાં આનંદ પ્રગટે. ૨૧૫૦ આ ભૌતિક છે એ કોઈ દહાડો આત્મા થવાનો નથી. આત્મા છે એ કોઈ દહાડો ભૌતિક થવાનો નથી. બંને નિરાળી વસ્તુ છે. ૨૧૫૧ પુદ્ગલનો સ્વભાવ જ પૂરણ-ગલનનો છે. સુંવાળું ગમતું કર્યું તે પાછું કરકરું થઈને આવશે, એટલે આપણે તો કરકરા જોડે જ “ફ્રેન્ડશીપ’ બાંધી લઈએ. નહોતું ગમવાનું તેને જ ગમતું કરી નાખીએ. આત્માને તો અનંત પાસાં છે, જે પાસાંનો ફેરવ્યો તે પાસાંનો તેવો થઈ જાય. ૨૧૫૨ કડવું ફળ મીઠું છે અને મીઠું કડવું છે એવું જો સમજી જઈશ ત્યારે મોક્ષે જઈશ ! ૨૧૫૩ મીઠા સંબંધવાળા ગોથું ખવડાવી દે. ૨૧૫૪ જગતની “ધોલો' ખાજો. એમાં આત્માનો સ્વાદ છે. આપવામાં સ્વાદ નથી. આપીને તો ઊભું થયું છે આ ! ૨૧૫૫ નક્કર થયો ત્યાંથી જ પોતે પરમાત્મા થયો ! નક્કર થયો ત્યાંથી જ સ્વતંત્ર થયો ! ૨૧૫૬ ધી ઈસેન્સ ઓફ ધ વર્લ્ડ ઈઝ સચ્ચિદાનંદ. ૨૧૫૭ જ્યાં સચ્ચિદાનંદ નથી ત્યાં બધે જ રાત છે ! ૨૧૫૮ આ સચ્ચિદાનંદ શબ્દ બોલવાથી ઘણી ‘ઈફેક્ટ' થાય છે. સમજ્યા વગર બોલે તો ય “ઈફેક્ટ' થાય ! સમજીને બોલે તો તો ઘ જ લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું “સાયન્ટિફિક' છે ! ૨૧૫૯ લાભને જુઓ એનું નામ વીતરાગ વિજ્ઞાન અને ખોટને જુઓ એ સંસાર ભટકવાનું જ્ઞાન ! ૨૧૬૦ “જ્ઞાની'ની સંજ્ઞા એ ધ્રુવકાંટો હોય તે ઠેઠ પહોંચાડી દે અને લોકસંજ્ઞા એ ધૃવકાંટો હોય તે સંસારમાં રઝળપાટ કરાવે ! ૨૧૬૧ અમને કોઈની જોડે મતભેદ પડ્યો નથી. કારણ કે “જ્ઞાની'ની ભાષા જુદી ને અજ્ઞાનીની ભાષા જુદી. “જ્ઞાનીની ‘રિયલ' ભાષા ને અજ્ઞાનીની ‘રિલેટિવ' ભાષા છે. ૨૧૬૨ “જ્ઞાની'ની ભાષામાં કોઈ મરતું જ નથી ને અજ્ઞાનીની ભાષામાં બધા મરી જાય છે. અજ્ઞાની કાંણો કર્યા કરે ને ‘જ્ઞાની’ ‘જોયા કરે ! ૨૧૬૩ જાણવાનું તે ના જાણ્યું ને ના જાણવાનું તે જાણ્યું, તેણે જ આપણને રડાવ્યા છે. આનાથી બોજો વધે છે ! ૨૧૬૪ જયાં “જ્ઞાન” નથી ત્યાં સંસાર છે ને જયાં “જ્ઞાન” છે ત્યાં સંસાર નથી. ૨૧૬૫ વસ્તુ દુ:ખ નથી દેતી, અજ્ઞાનતા દુઃખ દે છે. ૨૧૬૬ સર્વ ‘ધૂ પોઈન્ટ'થી જોવું, એનું નામ “જ્ઞાન”. ૨૧૬૭ જે “જ્ઞાન” અનાત્મામાં ભેળા જ નથી થવા દેતું એ “જ્ઞાન', એ જ આત્મા છે ! ૨૧૬૮ ‘જ્ઞાન’ પોતે જ મુક્તિ છે !મોક્ષમાં રાખે, બંધન થવા ના દે !! ૨૧૬૯ ‘વિશેષ જ્ઞાન'થી ડખો થાય, ‘સામાન્ય જ્ઞાનથી વીતરાગતા થાય. ૨૧૭૦ “જ્ઞાન” એટલે ગુરુની અનુભવ વાણી. ૨૧૭૧ હરેક ટાઈમે હાજર રહે અને હરેક ટાઈમે ચેતવે, એનું નામ “જ્ઞાન” કહેવાય. એ જ આત્મા છે. આત્મા જ્ઞાનથી જુદો નથી. ૨૧૭૨ લૌકિક જ્ઞાનનું નામ જ ભ્રાંતિ.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy