SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટી ગઈ છે. પછી આ દેહ જવાનો હોય તો જાય પણ ટકરામણમાં ના આવવું જોઈએ. દેહ કોઈના કહેવાથી જતો રહેવાનો નથી કે કોઈના શાપથી ઊડી જતો નથી. એ તો ‘વ્યવસ્થિત'ના તાબે છે. ૨૦૮૦ ઘર્ષણનું મૂળ બીજ વેર છે. ૨૦૮૧ ઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.' તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુની ય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં. ૨૦૮૨ ઘર્ષણની પાછળ પ્રતિક્રમણ કરીએ એટલે ઘર્ષણ ભૂંસાઈ જાય. નવું ઘર્ષણ ઊભું કરીએ તો આવેલી શક્તિ પાછી જતી રહે. ૨૦૮૩ માણસનો દોષ થવો સ્વાભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. ૨૦૮૪ જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષથી. ક્રમણનો વાંધો નથી પણ અતિક્રમણ થાય, તેનું ‘પ્રતિક્રમણ’ કરવું પડે. ૨૦૮૫ જગતના લોકો માફી માગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી’, ‘થેન્કયુ’ કહે, એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન’નું છે. ૨૦૮૬ પાછલી ભૂલો ધોવા માટે, ‘રિલેટિવ'માં પસ્તાવો અને ‘રિયલ’માં આનંદ-આ બેઉ હોવાં જોઈએ. ૨૦૮૭ ‘પ્રતિક્રમણ’ ને ‘પ્રત્યાખ્યાન’ કરવાની જ ભાવસત્તા છે. ૨૦૮૮ ‘પ્રતિક્રમણ’ જો તરત જ રોકડું થઈ જાય, તે ભગવાનપદમાં આવી જાય તેમ છે ! ૨૦૮૯ જગત શા આધારે ટક્યું છે ? ‘અપ્રતિક્રમણ' દોષથી ! ૨૦૯૦ સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી. ૨૦૯૧ તમે કોઈને ટૈડકાવો તે તો પ્રકૃતિ છે, તેનો વાંધો નથી. પણ તેનું જો તમે ‘પ્રતિક્રમણ’ કર્યું તો તે ‘પોઝિટિવ’ ગુનો છે ! ને ‘પ્રતિક્રમણ’ ના કર્યું, તો તે ‘નેગેટિવ’ ગુનો છે ! ૨૦૯૨ જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ’ થાય. ૨૦૯૩ આપણે જે શબ્દ બોલીએ છીએ તે નથી બોલવો છતાં બોલાઈ જાય છે. પ્રકૃતિ નાચે છે ને આવું તોફાન ઊભું થઈ જાય છે. તે કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય ! ૨૦૯૪ ‘અતિક્રમણ’ થવું એ સ્વાભાવિક છે. ‘પ્રતિક્રમણ’ કરવું એ આપણો ‘પુરુષાર્થ’ છે. ૨૦૯૫ સંસ્કાર ક્યારે બદલાય ? રાત-દિવસ પશ્ચાતાપ કરે ત્યારે અગર તો ‘સ્વરૂપજ્ઞાન’ થાય ત્યારે. ૨૦૯૬ કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો થશે શુદ્ધ જ, એ નક્કી છે. ૨૦૯૭ ‘પ્રતિક્રમણ’ તો તમે ખૂબ કરજો. જેટલાં જેટલાં તમારી આજુબાજુનાં હોય, જેમને જેમને રગડ રગડ કર્યાં હોય, તેમનાં રોજ કલાક કલાક ‘પ્રતિક્રમણ’ કરજો.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy