SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિવાદ હોય નહીં. ‘અમે’ તો ‘રિલેટિવ’માં અબુધ અને ‘રિયલ’માં ‘જ્ઞાની.’ ૧૯૪૮ આ બધા વાંધા લોકોએ જ કાઢ્યા છે. કંઈ ભગવાને કાઢ્યા છે ? જેને છૂટવું છે એને કોઈ વાંધા નથી, ને જેને બંધાવું છે તેને નર્યા વાંધા જ છે. વાંધાના લોકો તો બંધાણી થઈ જાય છે ! ૧૯૪૯ નિરંતર નિમિત્ત, નૈમિત્તિકભાવ રહે તો જ નિર્દોષ રહે. ૧૯૫૦ જગત સંપૂર્ણ નિર્દોષ દેખાયું, તે સર્વસ્વ થઈ ગયો ! ૧૯૫૧ આ જગતમાં આપણે કર્તા નથી બનવાનું, નિમિત્ત બનવાનું છે. ૧૯૫૨ કુસંગ ભેગો થયો ત્યાંથી દુઃખ, દુઃખ ને દુઃખ. માટે કુસંગથી ભાગો. જ્યાંથી મહીં દુઃખ લાગવા માંડ્યું ત્યાંથી જાણો કે આ કુસંગ છે, ત્યાંથી ભાગો. જેને જોતાં જ મહીં રૂચે નહીં ત્યાંથી ભાગો. ૧૯૫૩ જિંદગીમાં એક વખત સામાના કષાય જ્ઞાનપૂર્વક જીતે તો એ જગતજીત કહેવાય. સામો ગમે તેટલાં કષાય કરે પણ મહીં સભર ‘જ્ઞાન’ સાથે કષાય જીતે, પેટનું પાણી ય ના હાલે, તો એ જગતજીત કહેવાય ! ૧૯૫૪ કોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું ! આ ખાવા-પીવાની ચીજ જોડે એવા ભાવ કરે છે, તેથી આવી વળગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે, મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખીન ના થઈશ. ૧૯૫૫ મતભેદથી ભેગું રહેવું (સંયુક્ત કુટુંબમાં), તેના કરતાં સંપીને જુદા રહેવું સારું ! ૧૯૫૬ દરેકને વિશેષ લક્ષ એક-બેમાં હોય જ. બીજા બધા લક્ષ તો રહે જ. જો બધામાં સમલક્ષ રહે તો તે ‘જ્ઞાની’ જ થઈ જાય ! ૧૯૫૭ વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની. ૧૯૫૮ કોઈની નિંદા કરોને એટલે તમારે ખાતે ‘ડેબિટ’ થયું ને પેલાને ખાતે ‘ક્રેડિટ’ થયું. આવો ધંધો કોણ કરે ? ૧૯૫૯ પાશવતા એટલે અણહક્કનું લેવું, અણહક્કનું ખાઈ જવું, અણહક્કનું ભેગું કરવાના વિચારો કરવા. હક્કનું આપણી પાસે આવે, તેની કોઈ હરકત નથી. ૧૯૬૦ નિમિત્તની નિંદા કરવાની જરૂર નથી, નિમિત્તથી છેટા રહેવાની જરૂર છે. ૧૯૬૧ તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે. ૧૯૬૨ ‘વીતરાગો’શું કહે છે ? તારે માર ખાવો હોય તો મારી આવ. તારે નિંદ્ય થવું હોય તો નિંદા કર. ૧૯૬૩ દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ ઘેર બેઠાં તમારે આવે ! ૧૯૬૪ ‘વીતરાગ’ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી’ હોય ! ૧૯૬૫ ‘વીતરાગો’ શું કહે છે ? જગત તો ચાલ્યા જ કરવાનું. એમાં તું કોઈ ડખલમાં પડીશ નહીં. જો તારે મોક્ષે આવવું હોય તો વીતરાગતા રાખ !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy