SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૩ આ “બોલ' એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધાં જ મહાવ્રત આવી જાય ! ૧૯૧૪ દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતાં ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે ! ૧૯૧૫ “બોલ' તો “એક્સપેન્સ' (ખ) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. “બોલ’ એ તો લક્ષમી છે. તેને તો ગણી ગણીને આપવી જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? ૧૯૧૬ ડોન્ટ કેક્યુલેટ ધ વર્લ્ડ. આ દુનિયા પોલમપોલ છે. કેક્યુલેશન' કરવા બેસશો નહીં, હેંડચે જ જજો ! ૧૯૧૭ કઠોર ભાવ જ જો ના હોય તો આખા જગતનો વૈભવ મળે તેમ છે ! ૧૯૧૮ સંસાર એટલે “રોંગ બિલીફો'નું પઝલ ! ૧૯૧૯ જગત આખું “રોંગ બિલીફ'માં છે. ‘બિલીફ' રોંગ છે તો ય પોતાનું માને છે ને ! તદન સાચેસાચું માને છે ને ! ૧૯૨૦ સંસાર ઉપાધિ સ્વરૂપ નથી, “રોંગ બિલીફ’ ઉપાધિ સ્વરૂપ છે. પારકાને “મારું” માને તો શું થાય ? ઉપાધિ. ૧૯૨૧ ઉપાધિ કેટલી રાખવી ? જે ના આવતી હોય તેને બોલાવવી નહીં, ને જે ઉપાધિ ખસી જતી હોત તેને ના રાખવી. ૧૯૨૨ સંસાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે. એટલે ભ્રાંતિનું જ્ઞાન થાય એટલે એ નીકળી જાય. ૧૯૨૩ કોઈ જગ્યાએ યાચકપણું કરવા જેવો આ કાળ નથી. ‘વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જેણે યાચના ન કરવાનો નિયમ લીધો છે, તેને યાચના કરવાનો વખત કદી જ નથી આવતો. ૧૯૨૪ “મારે કેટલાંય વર્ષોથી હાથ જ લાંબો કરવો પડ્યો નથી. તે આ બધું જગત તમારું જ છે. તમને જોતાં આવડે, જગતદર્શન કરતાં આવડે, સમજતાં આવડે તો જગત તમારું જ છે ! તમે જ માલિક છો ! ૧૯૨૫ વિશ્વાસ કોનું નામ ? આ અંતરમાં જે આખી ‘પાર્લામેન્ટ' છે, તેમાં કોઈ વિરોધ ના કરે ને એકાકાર થાય તેને વિશ્વાસ કહેવાય. ૧૯૨૬ મહીં આત્મા બેઠો છે, તે બધું આપવા તૈયાર છે. પણ એને ઘડીવાર એવી શ્રદ્ધા નથી બેઠી કે મને વાંધો નહીં આવે. જો શ્રદ્ધા બેસે તો વાંધો આવતો જ નથી. આ તો કોના જેવી વાત?પૂજારી કહેશે, “ભગવાન સૂઈ ગયા.’ તે સૂઈ જાય!ને હિંમત જતી રહે બધી ! મહીં ભગવાન નિરંતર જાગૃતપણે બેઠેલા છે ! જે શક્તિઓ જોઈએ, તે માગવાથી મળે તેમ છે ! ૧૯૨૭ આખું જગત “નેગેટિવ'માં ભટકી ભટકીને મરી ગયું. આ અક્રમ' તો સરસ ‘પોઝિટિવ' માર્ગ છે ! ૧૯૨૮ જેને પોતાની જાત પર વિશ્વાસ છે, તેને બધી જ ચીજ મળે તેવું આ જગત છે ! પણ વિશ્વાસ જ નથી આવતો ને વિશ્વાસ તૂટ્યો કે ખલાસ ! વિશ્વાસમાં તો અનંત શક્તિ છે, ભલે અજ્ઞાનતામાં વિશ્વાસ હોય ! ૧૯૨૯ વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ, સંપૂર્ણ નીતિ પાળ. તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy