SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર कूडागारसालाए, महइ महालयंसि सयणिज्जंसि दुहओ उण्णते मज्झे णतगंभीरे वण्णओ सव्वरातिणिएणं जोइणा झियायमाणेणं, इत्थिगुम्मपरिवुडे महयाहत-णट्टगीय-वाइय-तंती-तल-ताल-तुडिय-घण-मुइंग-मुद्दल-पडुप्पवाइय रवेणं ओरालाई माणुस्सगाईं कामभोगाई भुंजमाणे विहरइ । ૧૦૪ • तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्ठेतिમળ દેવાળુપ્પિયા ! વિ રેમો ? વિ વગેમો ? જિ આમો ? વિંજ આવિદામો? किं भे हियइच्छियं ? किं ते आसगस्स सदइ ? ભાવાર્થ:ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ-તરસ, ગરમી-ઠંડી વગેરે પરિસહ-ઉપસર્ગોથી પીડિત કોઈ સાધુને મોહનો ઉદય થઈ જાય અને તે ઉદિત મોહ સહિત સંયમનું પાલન કરતાં, સંયમમાં પરાક્રમ કરતાં તે સાધુ શુદ્ધ માતૃ-પિતૃ કુળવાળા કોઈ ઉગ્નવંશીય, ભોગવંશીય રાજકુમારને જુએ કે જે રાજકુમાર મહેલમાંથી બહાર નીકળે કે રાજ મહેલમાં પ્રવેશ કરે ત્યારે હાથમાં છત્ર, ઝારી, આદિ ગ્રહણ કરેલા દાસ-દાસી, નોકર-ચાકર, કામ કરનારા અનેક અનુચરોનો વિશાળ સમુદાય તેની સાથે ચાલતો હોય છે. તે રાજકુમારની આગળ ઉત્તમ જાતિવાન અશ્વો,બંને બાજુએ શ્રેષ્ઠ હાથીઓ, પાછળ સારથિ યુક્ત શ્રેષ્ઠ—ઉત્તમ રથો તથા ઝારીથી શીતલ સુગંધી પાણીનો છંટકાવ કરતા, હાથમાં શ્વેત છત્રને ધારણ કરેલા અને શ્વેત ચામર વીંઝતા અનેક માણસોથી ઘેરાઈને(તે રાજકુમાર) વારંવાર આવાગમન કરે છે. તે રાજકુમાર યોગ્ય સમયે સ્નાન કરી, અલંકારોથી વિભૂષિત થઈને વિશાળ કૂટાગારશાળા(પર્વતના શિખર ઉપર સ્થિત અથવા શિખરના આકારવાળા, રાજમહેલમાં મોટી, બંને બાજુથી ઉન્નત અને મધ્યમાંથી નમેલી શય્યા ઉપર બેસીને, આખી રાત દીપકના ઝગમગાટમાં સ્ત્રી સમુદાયથી વીંટળાઈને કુશળ નર્તકોના નૃત્ય જોતાં, ગાયકોના ગીત સાંભળતાં અને ગીત, વાજિંત્ર, તંત્રી, તલ-તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, માદલ વગેરે વાજિંત્રના મધુર ધ્વનિમાં મગ્ન બની, ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા રહે છે. કોઈ એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય અને પૂછવા લાગે કે હે દેવાનુપ્રિય! કહો, અમે તમારા માટે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું રાખીએ(મૂકીએ) ? ખરેખર ! આપ હૃદયથી શું ઇચ્છો છો ? આપને ક્યા ભાવતા—સ્વાદિષ્ટ પદાર્થો છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લાવીએ ? ११ जं पासित्ता णिग्गंथे णिदाणं करेइ - जइ इमस्स सुचरिय-तव- णियम - बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाइं ओरालाई माणुस्सगाई कामभोगाई भुंजमाणे विहरामि - से तं साहू | ભાવાર્થ:- રાજકુમારોનો આ પ્રકારનો વૈભવ જોઈને સાધુ નિદાન કરે છે કે જો સારી રીતે આચરત ચારિત્ર, તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં (ભવાંતરમાં) આ પ્રકારના ઉત્તમ મનુષ્યસબંધી કામભોગોને ભોગવતો રહું, તે મારા માટે શ્રેષ્ઠ થશે. १२ एवं खलु समणाउसो ! णिग्गंथे णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइयअप्पडिक्कंते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy