SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ शा-१० ૯૯ મધ્યમાંથી પસાર થઈને શ્રેણિકરાજાના રાજમહેલમાં શ્રેણિકરાજાની સમીપે આવીને શ્રેણિકરાજાને હાથ જોડીને આવર્તન કરી, અંજલીને મસ્તકે લગાવીને જય-વિજયના શબ્દોથી વધાવીને કહ્યું– હે સ્વામી ! આપ જેમના દર્શનને ઇચ્છો છો યાવત્ તે શ્રમણ ભગવાનમહાવીરસ્વામી ગુણશીલ ઉદ્યાનમાં બિરાજિત થયા છે. હે દેવાનુપ્રિય ! આ પ્રિય સમાચાર આપને નિવેદિત કરીએ છીએ. આ સંવાદ આપને પ્રિય થાઓ. શ્રેણિકનું દર્શનાર્થે ગમન : ४ | तए णं से सेणिए राया तेसिं पुरिसाणं अंतिए एयमट्ठ सोच्चा णिसम्म जाव विसप्पमाण हियए सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ते पुरिसे सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ पडिविसज्जित्ता जगरगुत्तियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! रायगिहं णगरं सब्भितर बाहिरियं आसियसंमज्जियोवलित्तं जाव कारवित्ता एयमाणत्तियं पच्चप्पिणंति । तए णं से सेणिए राया बलवाउयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हय-गय-रह-जोहकलियं चाउरंगिणि सेणं सण्णाहेह । जाव से वि पच्चप्पिणइ । भावार्थ :- તે અધિકારી પુરુષો પાસેથી ભગવાનના આગમનના સમાચાર સાંભળીને ઘણી ખુશી અનુભવતા શ્રેણિકરાજાએ સિંહાસન ઊપરથી ઊભા થઈને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી તે અધિકારી પુરુષોના સત્કાર અને સન્માન આદિ કર્યા અને પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય ઘણું પ્રીતિ દાન(પારિતોષિક) આપીને તેને વિદાય કર્યા. ત્યાર પછી નગરરક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! રાજગૃહનગરને અંદર અને બહારથી બરાબર સાફ કરી, પાણીથી સિંચિત કરો અને કાર્ય થઈ ગયાની મને સૂચના આપો યાવત્ તેઓએ કાર્ય થઈ ગયાની રાજાને જાણ કરી. ત્યાર પછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! હાથી, ઘોડા, રથ અને પાયદળ, આ ચાર પ્રકારની સેનાને સુસજ્જિત કરો યાવત્ આજ્ઞા અનુસાર સેના સજ્જ કરીને સેનાપતિએ રાજાને તે સમાચાર આપ્યા. ५ तए णं से सेणिए राया जाणसालियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! खिप्पामेव धम्मियं जाणपवरं जुत्तामेव उवट्ठवेहि, उवट्ठवित्ता मम एयमाणतियं पच्चप्पिणाहि । तए णं से जाणसालिए सेणियरण्णा एवं वुत्ते समाणे हट्टतुट्ठ जाव विसप्पमाणहियए जेणेव जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाणसालं अणुप्पविसइ, अणुप्पविसित्ता जाणगं पच्चुवेक्खर, पच्चुवेक्खित्ता जाणं पच्चोरूभइ, पच्चोरूभिता जाणगं संपमज्जइ, संपमज्जित्ता जाणगं णीणेs, णीणेत्ता जाणगं संवट्टेइ, संवट्टेत्ता दूसं पवीणेइ, पवीणेत्ता जाणगं समलंकरेइ, समलंकरिता जाणगं वरमंडिय करेइ, करित्ता जेणेव वाहणसाला
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy