SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આઠમી દશા : પર્યુષણા કલ્પ Tazlaze 22/2/2/2 ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય ઘટનાઓઃ १ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्था, तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते, हत्थुत्तराहिं गब्भाओ गब्र्भ साहरिए, हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, हत्थुत्तराहिं अनंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुणे केवलवरनाणदंसणे समुप्पण्णे, साइणा परिणिव्वुए भगवं जाव भुज्जो भुज्जो उवदंसे । ભાવાર્થ :તે કાળે અર્થાત્ અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંતિમ સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા. (૧) ભગવાન ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. (૨) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનનું એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. (૩) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો. (૪) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મુંડિત થઈને અગારધર્મમાંથી અણગાર ધર્મમાં પ્રતિ થયા. (૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ય, પરિપૂર્ણ અને શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયું. (૬) સ્વાતિનક્ષત્રમાં ભગવાન મોક્ષ–પરમનિર્વાણને પ્રાપ્ત થયા યાવત્ ભગવાને વારંવાર સ્પષ્ટરૂપે ધર્મનો ઉપદેશ આપ્યો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મહત્વપૂર્ણ છ ઘટના સમયના નક્ષત્ર યોગનું કથન છે. (૧) ચ્યવન– આ અવસર્પિણી કાળના ચોથા આરાના ૭૫ વર્ષ અને ૮ાા મહિના શેષ હતા ત્યારે અષાઢ સુદ–ની મધ્યરાત્રિએ હસ્ત નક્ષત્ર જેની ઉત્તર(પછી) છે, તેવું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હતું ત્યારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ દસમા પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને(દેવાયુ પૂર્ણ કરીને) બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદામાતાની કુક્ષીમાં અવતિરત થયો. (૨) ગર્ભ સંહણ– ભગવાન મહાવીર સ્વામીની ગર્ભાવસ્થાની ૮૩મી રાત્રે આસો વદ–૧૩(ગુજરાતી ભાદરવા વદ–૧૩)ની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગમાં હરિણૈગમેષી દેવે દેવાનંદામાતાની કુક્ષીમાંથી મહાવીર સ્વામીના ગર્ભનું સંહરણ કર્યુ અને ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાના રાણી ત્રિશલા માતાની કુક્ષીમાં(ગર્ભને) સ્થાપિત કર્યો. (૩) જન્મ– ત્રિશલા માતાએ ચૈત્ર સુદ–૧૩ના મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો.
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy