SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રાણાતિપાત વેરમણ આદિ વ્રતોની આરાધના યથાયોગ્ય બીજીથી અગિયાર અર્થાત્ ૧૦ પ્રતિમામાં આવશ્યક છે. o પદ્મવાળ :- પ્રત્યાખ્યાન. નિષિદ્ધ વસ્તુઓના ત્યાગનો સંકલ્પ કરીને તેની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો. નવકારશી આદિ તપના પ્રત્યાખ્યાન કરવા. વિવિધ પ્રકારના તપ-ત્યાગની પ્રતિજ્ઞા કરવી, તેને પચ્ચક્ખાણ કરે છે. પોલોવવાસારૂં:-પૌષધીપવાસ. જેના દ્વારા ધર્મની કે આત્મગુણોની પુષ્ટિ થાય અને કુશળ અનુષ્ઠાનની વૃદ્ધિ થાય તે પૌષધ કહેવાય છે. ઉપવાસ સહિત પૌષધ કરવામાં આવે, તો તે પૌષધોપવાસ કહેવાય છે. પૌષધના ચાર પ્રકાર છે–(૧) આહાર પૌષધ- દેશથી કે સર્વથી આહાર ત્યાગ (૨) શરીર પૌષધદેશથી કે સર્વથી શરીર સંસ્કારનો ત્યાગ. (૩) બ્રહ્મચર્ય પૌષધ– દેશ કે સર્વથી અબ્રહ્મચર્યનો ત્યાગ (૪) વ્યાપાર પૌષધ- દેશથી કે સર્વથી વ્યાપારનો પરિત્યાગ કરવો. પૌષધોપવાસની આરાધના બીથી અગિયારમી, આ દસ પ્રતિમામાં કરવામાં આવે છે. પદ્મવિયાર્ં :– પ્રસ્થાપિત. પ્રતિમાધારી ઉપાસક વ્રતાદિમાં પ્રસ્થાપિત થાય છે, પાલન કરે છે, વૃદ્ધિ - ચર્તુદશી, ચૌદશ, મદ્ભુમિ - આઠમ, દ્દિદુ - અમાસ, પુખ્તમપ્તિ - પૂર્ણમાસી, પૂર્ણિમા, પૂનમ. અલિબાનઅસ્નાન, સ્નાન ન કરવું(સ્નાન ત્યાગ), વિયડો - વિકટ ભોજી. દિવસે ભોજન કરવું અર્થાત્ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. મલિઝ્ડ - ધોતીની લાંગ ખુલ્લી રાખવી અર્થાત્ ધોતીને કચ્છ ન મારવો. સચિત્તાદાર- સર્ચત વસ્તુ, જેમાં જીવ છે તેવા અશનાદિ ચાર પ્રકારનો આહાર કરવો, કાચા ચણા (જીંજરા), અપક્વ ઔષધિ વગેરે સચેત અશન છે, સચેત (કાચું) પાણી, તત્કાલમાં સર્ચત મીઠાં આદિથી મિશ્રિત પાણી વગેરે સચેત પાન છે, તરબૂચ, કેરી વગેરે મીઠા ફળાદિ સચેત ખાદ્ય છે અને તંબૂલ(પાન), હરડે, દાતણ વગેરે સચેત સ્વાદિમ છે, આતંગે- આરંભ. સાવધ-પાપકારી કાર્યો કરવા, કૃષિ, વાણિજ્ય, રસોઈ બનાવવાદિ કાર્ય સ્વયં કરવા તે આરંભ છે પેસાથે- પ્રેષ્યારંભ. નોકરાદિ અન્ય વ્યક્તિ પાસે આરંભપાપકારી કાર્યો કરાવવા. પ્રેય્યારંભ કરાવવા કરતાં સ્વયં પાપકારી કાર્ય કરવામાં પરિણામની તીવ્રતા વધ હોય છે, સદ્ગિમો - ઉદ્દિષ્ટ ભક્ત. પ્રતિમાધારી માટે બનાવેલો આહાર, ગુળનાયાર્ પે માળે-યુગ-ધોસર પ્રમાણ જોઈને ચાલતાં. ઈર્યાસમિતિપૂર્વક ઘોસર પ્રમાણ અર્થાત્ સાધુ કે પ્રતિમાધારી ઉપાસક સાડા ત્રણ હાથ સુધીની ભૂમિનું નિરીક્ષણ કરતાં ચાલે, તે ક્ષેત્રમાં કોઈ જીવ જંતુ હોય તો, તેની વિરાધના ન થાય તેમ ચાલે. ઉપાસક પ્રતિમાનું સ્વરૂપ :– (૧) દર્શન પ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યક્ત્વમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દઢ સમ્યક્ત્વની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતોમાં છે વંલળસાવદ્ ભવફ (તે દર્શન શ્રાવક થાય છે), એવો પાઠ પણ મળે છે. પ્રથમ પ્રતિમાધારી શ્રાવકને માત્ર દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. દર્શન શ્રાવક એક પણ વ્રતધારી હોતા નથી. પ્રથમ પ્રતિમા ધારક શ્રાવક બાર વ્રતના પાલક તો પહેલેથી હોય જ છે તેથી તેને કેવળ દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. (૨) વ્રત પ્રતિમા ઃ— વ્રત પ્રતિમાધારી શ્રાવક દૃઢ સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy