SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ | દશા-૫ ચિત્ત સમાધિના ઉપાય તથા પરિણામ: ओयं चित्तं समादाय, झाणं समणुपस्सइ । धम्मे ठिओ अविमणो. णिव्वाणमभिगच्छइ ॥१॥ ગાથાર્થ– મુનિ ધર્મના ચિંતન દ્વારા ચિત્તને ઓજ-રાગ-દ્વેષથી રહિત સ્વવશ કરીને, ચિત્તનો નિરોધ કરીને એકાગ્રતા રૂ૫ ધ્યાનને પ્રાપ્ત કરે છે અને શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિવાર્ણને પ્રાપ્ત કરે છે. णं इमं चित्तं समादाए, भुज्जो लोयंसि जायइ । अप्पणो उत्तम ठाण, सण्णीणाणेण जाणइ ॥२॥ ગાથાર્થ– આ રીતે (જાતિ સ્મરણ જ્ઞાનથી) ચિત્તસમાધિને ધારણ કરીને આત્મા પુનઃ પુનઃ લોકમાં ઉત્પન થતો નથી અર્થાત્ દીર્ઘકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતો નથી. તે સંશી જ્ઞાનથી (જાતિસ્મરણજ્ઞાનથી) પોતાના ઉત્તમ સ્થાનને અર્થાતુ મોક્ષને જાણે(પામે) છે. अहातच्चं तु सुमिणं, खिप्पं पासेइ संवुडे । सव्वं वा ओहं तरई, दुक्खओ य विमुच्चइ ॥३॥ ગાથાર્થ– સંવૃત્ત (સંયમી, દમેન્દ્રિય) આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને સર્વ સંસારરૂપી સમુદ્રને શીધ્ર તરી જાય છે અને શારીરિક તથા માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. पंताई भयमाणस्स, विवित्तं सयणासणं । अप्पाहारस्स दंतस्स, देवा दंसेति ताइणो ॥४॥ ગાથાર્થ- આંત-પ્રાંત(નીરસ, લખું-સૂકું) ભોજન કરનારા, વિવિક્ત(સ્ત્રી, પશુ, પંડગ રહિત નિર્દોષ) શયન-આસન વાપરનારા, અલ્પાહારી, ઇદ્રિયોનો નિગ્રહ કરનારા અને છકાયજીવોના રક્ષક સંયત-સાધુને દેવદર્શન થાય છે. सव्वकाम विरत्तस्स, खमतो भय-भेरवं । तओ से ओहि भवइ, संजयस्स तवस्सिणो ॥५॥ ગાથાર્થ સર્વ કામભોગોથી વિરક્ત, ભયજનક-ભયંકર પરિષહઉપસર્ગોને સહન કરનારા સંયત, તપસ્વી મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. तवसा अवहडु-लेस्सस्स, दसणं परिसुज्झइ । उड्ढे अहे तिरियं च, सव्वं समणुपस्सइ ॥६॥ ગાથાર્થ– તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરનારા મુનિને અતિવિશુદ્ધ અવધિદર્શન પ્રાપ્ત થાય છે અને તે દર્શન દ્વારા તે ઊર્ધ્વલોક, અધોલોક અને આખા તિરછાલોકને જોઈ શકે છે. सुसमाहियलेस्सस्स, अवितक्कस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, आया जाणाइ पज्जवे ॥७॥ ગાથાર્થ– સુસમાધિવાન પ્રશસ્ત વેશ્યાવાળા, વિકલ્પથી રહિત, ભિક્ષુ-ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા અને
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy