SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૬] શ્રીવ્યવહાર સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચર્યામાં પ્રવિષ્ટ તથા ચર્યાથી નિવૃત્ત થયેલા સાધુના વિનય-વ્યવહાર આદિ કર્તવ્યોનું પ્રતિપાદન છે. ચય પ્રવિષ્ટ - દૂધ-ઘી આદિ પૌષ્ટિક આહારાદિ માટે અથવા કોઈ વિશિષ્ટ કારણે સ્થવિર(ગુરુ)ની આજ્ઞાથી દૂર દેશમાં ગયેલા સાધુ. ચર્યા નિવૃત્ત – જે પ્રયોજનથી દેશાંતર ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થયા પછી પાછા ફરતાં સાધુ. ચર્યામાં પ્રવિષ્ટ કે ચર્યાથી નિવૃત્ત થયેલા સાધુ જો ચાર-પાંચ દિવસમાં જ પોતાના સ્થવિર સાધુને મળી જાય, તો તેના આલોચના, પ્રતિક્રમણ આદિ સર્વ આવશ્યક કર્તવ્યો પૂર્વવત્ રહે છે, તે સ્થાનમાં તે ગચ્છના સાધુઓ સાથે રહેવાની અનુજ્ઞા પણ પહેલાની રહે છે, તેને ફરીવાર આજ્ઞા લેવી પડતી નથી છે પરંતુ જો તે સાધુ ચાર-પાંચ દિવસ કરતાં વધુ સમય પછી પોતાના સ્થવિરને મળે, તો તેને ફરીવાર આલોચના, પ્રતિક્રમણ કરીને, ત્યાં રહેવાની આજ્ઞા પણ ફરીવાર લેવી પડે છે. fબહુભાવસ:-ભિક્ષુભાવ, સંયમભાવ. ગુરુ સારણા, વારણા આદિ દ્વારા શિષ્યના સંયમ ભાવમાં વૃદ્ધિ કરાવે છે, સંયમની સુરક્ષા કરે છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરી સારણાદિને ભિક્ષભાવ કહે છે. ગુરુ સારણા, વારણા, નોદના અને પ્રતિનોદના, આ ચાર પ્રકારે શિષ્યના સંયમ ભાવની રક્ષા કરે છે. વિસ્મૃત અર્થનું સ્મરણ કરાવવું તે સારણ( ), અતિચારાદિનો પ્રતિષેધ કરવો, મૂળગુણ-ઉત્તરગુણમાં અતિચાર દોષ લગાડતાં શિષ્યને રોકવા તે વારણા, વ્રત પાલનમાં કે સમાચારીના પાલનમાં સ્કૂલના થઈ હોય તેનું પુનઃ શિક્ષણ આપવું, અલિતની શિક્ષા આપવી તે નોદના અને તેનું વારંવાર શિક્ષણ આપવું તથા કઠોરતમ શિક્ષા આપવી, તે પ્રતિનોદના કહેવાય છે. નિવાઈ- મિત અવગ્રહ. ગુરુની આસપાસના સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રને મિત અવગ્રહ કહે છે. ગુરુના ચરણનો સ્પર્શ કરવા ગુરુના મિત અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા લેવામાં આવે છે. અહીં ઉપલક્ષણથી ગમન-પ્રયોજન વશ બહાર જવું, ઉઠવું, બેસવું, સૂવું, ભોજન, સ્વાધ્યાય આદિ ગુરુની આજ્ઞાપૂર્વક કરવા અર્થાત્ ગુરુની આજ્ઞામાં વિચરવાને મિત અવગ્રહ કહ્યો છે. તેને વધુ સ્પષ્ટ કરવા સૂત્રકારે મહાdવગેરે શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુતમાં મહત્ત-યથાશાનં-યથાલંદ શબ્દ યથાકાળ અર્થમાં પ્રયુક્ત છે. ઘુવં-થુવા કચ્છમય થવયં બં- ગચ્છમાં અવશ્ય કરવા યોગ્ય કર્તવ્યો. ળિયેયં-નિયતંઅવશ્યકરણીય, ગિરિબં-fણ -ઐશ્વય-નિશ્ચય ભાવથી કરવા યોગ્ય અનુષ્ઠાનો, વેટ્ટિ- વ્યાવર્તિતમ– સ્થવિરોની અનેક પ્રકારે આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તેની ક્ષમાપના માંગી, ગુરુ આજ્ઞામાં રહેવાની આજ્ઞા માંગી ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે. ચાર-પાંચ દિવસનું કથન એક વ્યવહારિક સીમા છે. આ ઉદ્દેશકના ૧૫મા સૂત્રમાં, નિશીથ સૂત્ર ઉદ્દેશક-૪, ઉ–૯ વગેરે સ્થાને દરેક વિષયમાં ચાર-પાંચ દિવસની છૂટ આપવામાં આવી છે. શારીરિકાદિ કોઈ કારણથી મોડું થાય તો ચાર-પાંચ દિવસમાં તે-તે કાર્ય શિષ્ય કરી લે તો તે આજ્ઞામાં જ ગણાય છે અને તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. શૈક્ષ અને રત્નાધિકોનો વ્યવહાર:२४ दो साहम्मिया एगयओ विहरंति, तं जहा-सेहे य राइणिए य । तत्थ
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy