SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ उद्देश -४ २८७ कप्पइ से एगराइयाए पडिमाए जण्णं जण्णं दिसं अण्णे साहम्मिया विहरंति तणं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्टियंसि परो वएज्जा- वसाहि अज्जो ! ए गरायं वा, दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसई, से संतरा छेए वा परिहारे वा । જે ભાવાર્થ:- ભિક્ષુ જે સાધુને મુખ્ય માનીને અર્થાત્ જે સાધુના નેતૃત્વમાં ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય, મુખ્ય સાધુ જો કાળધર્મ પામે તો શેષ સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. તે અન્ય કોઈ સાધુ અગ્રણી બનવા યોગ્ય ન હોય અને સ્વયં (રત્નાધિક)ને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધુ વિચરતા હોય તે દિશામાં જવું કલ્પે છે. માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી. જો રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કલ્પે છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્ય ! એક કે બે રાત વધુ રહો, તો તેને એક કે બે રાત વધુ રહેવું કલ્પે છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે એક અથવા બે રાતથી વધારે રહે, તો મર્યાદાના ઉલ્લંઘનને કારણે તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १२ वासावासं पज्जोसविओ भिक्खू जं पुरओ कट्टु विहरइ से य आहच्च वीसुंभेज्जा, अत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । णत्थियइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे, तस्स य अप्पणो कप्पाए असमत्ते कप्पर से एगराइयाए पडिमाए जण्णं-जाणं दिसं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पर से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठयंसि परो वएज्जा- वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसई, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- ભિક્ષુ જે સાધુને મુખ્ય માની અર્થાત્ જે સાધુના નેતૃત્વમાં ચાતુર્માસમાં રહ્યા હોય, તે મુખ્ય સાધુ કાળધર્મ પામે તો શેષ સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. અન્ય કોઈ સાધુ અગ્રણી બનવા યોગ્ય ન હોય અને સ્વયં(રત્નાધિક)નું પણ આચાર પ્રકલ્પનિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં—રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધુ વિચરતા હોય તે દિશામાં જવું કલ્પે છે.
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy