SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૩ ૨૬૭ | નિષ્ઠા:- ભાષ્યકારે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારના પલિચ્છન્નનું કથન કર્યું છે. જે સાધુના એક અથવા અનેક શિષ્યો હોય તે શિષ્યસંપદા યુક્ત કહેવાય છે. તે દ્રવ્યથી પલિચ્છન્ન છે અને જે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના સૂત્રાર્થને ધારણ કરનાર હોય અર્થાત્ જેણે તે સૂત્રો ઉપાધ્યાયની નિશ્રામાં કંઠસ્થ કર્યા હોય તથા આચાર્ય અથવા ઉપાધ્યાય પાસેથી આ સૂત્રોના અર્થની વાચના લીધી હોય, વર્તમાનમાં તે શ્રુત તેને ઉપસ્થિત હોય તે શ્રુતસંપન્ન કહેવાય છે, તે ભાવથી પલિચ્છન્ન છે. જેને એક પણ શિષ્ય નથી તથા ઉપર્યુક્ત કૃતનું અધ્યયન પણ કર્યું નથી તે ગણધારણ કરવા માટે અયોગ્ય છે. જો કોઈ સાધુ શિષ્ય સંપદાયુક્ત હોય, પરંતુ શ્રુત સંપન્ન ન હોય અથવા ધારણ કરેલા શ્રતને ભૂલી ગયા હોય, તો તે ગણ ધારણ કરી શકતા નથી. જો તે સાધુ વૃદ્ધાવસ્થાના કારણે પૂર્વે ધારણ કરેલા શ્રુતને ભૂલી ગયા હોય, તો તે સ્થવિર હોવાથી શ્રુતસંપન્ન જ કહેવાય છે અને તે ગણ ધારણ કરી શકે છે. કોઈ ગણમાં પૃથક પૃથશિષ્યો કરવાની પરંપરા ન હોય અને તે ગણમાં કોઈ બુદ્ધિમાન સાધુ શ્રત સંપન્ન હોય પરંતુ શિષ્ય સંપન્ન ન હોય, તો પણ તે આચાર્યની આજ્ઞા અનુસાર ગણ ધારણ કરી શકે છે. ભાષ્યકારે ગણધારકની યોગ્યતામાં શ્રુતની મુખ્યતાના ત્રણ કારણો સ્પષ્ટ કર્યા છે– (૧) શ્રત સંપન્ન સાધુ જ સ્વયંના અને અન્ય સાધુઓના જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના કરવા, કરાવવામાં સમર્થ હોય છે. (૨) જનસાધારણને પોતાના જ્ઞાન તથા વાણી અને વ્યવહારથી ધર્મની સન્મુખ કરી શકે છે. (૩) અન્ય મતાવલંબી કોઈપણ વ્યક્તિ પ્રશ્નચર્ચા કરવા માટે આવે તો યથાયોગ્ય ઉત્તર આપી શકે છે. આ ત્રણે પ્રકારની યોગ્યતા શ્રુતસંપદાથી યુક્ત સાધુમાં જ હોય છે, તેથી શ્રુત સંપદાથીયુક્ત સાધુ જ ગણ ધારણ કરીને વિચરણ કરી શકે છે. શ્રુતસંપન્ન યોગ્ય સાધુ સ્વેચ્છાએ ગણધારણ કરી શકતા નથી, પરંતુ ગચ્છના સ્થવિર ભગવંતની અનુમતિ લઈને જ ગણધારણ કરી શકે છે. સ્થવિર મુનિની આજ્ઞા વિના ગણધારણ કરનાર સાધુ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, ગણના અનુશાસનનો ભંગ કરે છે, તેથી તેને તપ પ્રાયશ્ચિત્ત અથવા દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. તે સંત છે વા પરિહરે....- વ્યાખ્યાકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– 'રે' તી 'સંત' सान्तरात् स्वकृतादन्तराद, यद्वा यावत्कालं तेन गणो धारितः तावत्कालिकमन्तरमधिकृत्य પ્રાપ્ત છે વા રિહારે વા . જેટલા કાલ પર્યત તેણે આજ્ઞા વિના ગણને ધારણ કર્યો હોય, તેટલા કાલના અંતરની અપેક્ષાએ તેને યથાયોગ્ય (પાંચ દિવસ આદિ) દીક્ષાછેદ અથવા માસિક પરિહાર તારૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અથવા વાદેશકાલ અનુસાર અન્ય પ્રાયશ્ચિત્ત આવે છે, તે પ્રમાણે સમજવું. ગણધારક સિવાયના અન્ય સાધુઓને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્રમાં સાધુને માટે આ વિધાન છે, તે જ રીતે સાધ્વીને માટે પણ સંપૂર્ણ વિધાન સમજી લેવું જોઈએ. તેઓએ વિચરણ કરવા માટે સ્થવિર ભગવંત અથવા પ્રવર્તિનીની આજ્ઞા લેવી જોઈએ. ઉપાધ્યાય પદની યોગ્યતા:| ३ तिवासपरियाए समणे णिणंथे- आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खायायारे अभिण्णायारे
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy