SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૪ ] શ્રી નિરયાવલિકા સૂત્ર હતું. ત્યાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું. તે રોહીતક નગરમાં મહાબલ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. એક વાર રાત્રિએ તે પદ્માવતીએ સુખપૂર્વક શય્યામાં સૂતાં સ્વપ્નમાં સિંહને જોયો, યાવત્ ભગવતી સૂત્ર વર્ણિત મહાબલની જેમ પુત્ર જન્મનું વર્ણન સમજવું. વિશેષતા એ છે કે પુત્રનું નામ વીરંગત–વીરાંગદ રાખવામાં આવ્યું કાવત્ બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. તેને બત્રીસ બત્રીસ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી અને પોતાના વૈભવ પ્રમાણે તે પ્રાવૃટ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ તે છએ ઋતુ પ્રમાણે સુખોપભોગ પૂર્વક વ્યતીત કરતાં ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સહિત પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતાં રહેવા લાગ્યા. સિદ્ધાર્થ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ :१६ तेणं कालेणं तेणं समएणं सिद्धत्था णाम आयरिया जाइसंपण्णा जहा केसी, णवरं बहुस्सुया बहुपरिवारा जेणेव रोहीडए णयरे, जेणेव मेहवण्णे उज्जाणे, जेणेव माणिदत्तस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागए अहापडिरूवं जाव विहरइ । परिसा णिग्गया। ભાવાર્થ :- કાળે અને તે સમયે કેશીશ્રમણ સમાન જાતિ સંપન્ન આદિ વિશેષણોવાળા તેમજ બહુશ્રુત અને વિશાળ શિષ્ય પરિવારવાળા સિદ્ધાર્થ નામના આચાર્ય રોહીતક નગરના મેઘવર્ણ ઉદ્યાનમાં મણિદત્ત યક્ષના યક્ષાયતનમાં પધાર્યા. યથાયોગ્ય સ્થાન આદિની આજ્ઞા ગ્રહણ કરીને ત્યાં બિરાજ્યા. પરિષદ દર્શન કરવા માટે નીકળી. | १७ तए णं तस्स वीरंगयस्स कुमारस्स उप्पि पासवरगयस्स तं महया जणसदं सोच्चा जहा जमाली, णिग्गओ । धम्म सोच्चा जाव जं णवरं देवाणुप्पिया ! अम्मापियरो आपुच्छामि, एवं जहा जमाली तहेव णिक्खंतो जाव अणगारे जाए जावगुत्तबंभयारी। ભાવાર્થ :- સમયે શ્રેષ્ઠ મહેલમાં રહેલા તે વીરાંગદ કુમારે ઘણાં મનુષ્યોનો કોલાહલ સાંભળ્યો ઈત્યાદિ જમાલીની જેમ તે પણ દર્શન કરવા માટે નીકળ્યો. ધર્મદેશના સાંભળીને તેણે સંયમ લેવાનો નિર્ણય કર્યો. માતા-પિતાની આજ્ઞા લઈ જમાલીની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા. વીરાંગદની પાંચમા દેવલોકમાં ઉત્પત્તિ :१८ तए णं से वीरङ्गए अणगारे सिद्धत्थाणं आयरियाणं अंतिए सामाइयमाइयाइं जाव एक्कारस अङ्गाई अहिज्जइ अहिज्जित्ता बहूहिं चउत्थ जाव अप्पाणं भावेमाणे बहुपडिपुण्णाई पणयालीसवासाई सामण्णपरियागं
SR No.008808
Book TitleAgam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages83
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy