SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તથા વીર મુખે વહેતી જિનવાણીના માર્ગમાં પ્રગતા' થઈ જ્ઞાનની યુક્તિ મેળવીને, દસવિધ યતિ ધર્મના દશરથ માં બેસી, અસ્થિર મનરૂપ ઘોડાને યમ નિયમની લગામ દ્વારા દરથમાં જોડી, સંયમ યાત્રાનું પર્ણ પાલન કર્યું. કષાયો સામે તંદ્ર ખેલવા મહાવ્રતરૂપ મહાધન્વા બની કેસરીયા કર્યા. પાંચ ઈન્દ્રિયના વિષયને જીતવા, આહાર સંજ્ઞાને નાથવા સપ્ત પિડેષણારૂપ સપ્ત ધન્વા બની આસક્તિને વીંધી નાખી. પ્રમાદને પતિત કરવા દસ સમાચારીના દશ ધન્વા બની આઠમદ, નિદ્રા અને વિકથાની કંચકીને ભેદી નાખી. જ્યારે મોહરાજાએ હુમલો કર્યો ત્યારે શતધન્વા બની ભવોભવના અશુભ કર્મના સુભટોને જમીન દોસ્ત કર્યા, અણારંભી શુભ પુણ્યના પુંજને એકઠા કરી, કાળના અવસરે સંલેખનાપૂર્વક કાળધર્મ પામી, જેના સર્વ અર્થ સિદ્ધ એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, દીક્ષા ગ્રહણ કરી, પરમ શુદ્ધ પારિણામિક ભાવ જાગૃત કરી, અપ્રમત દશા પ્રાપ્ત કરી, ક્ષપક શ્રેણિ માંડી, ધૈર્યનું ધનુષ્ય ધારણ કરી, મોહરાજાના રાજ્યમાં પ્રલયકાળ સર્જી સંપૂર્ણ સંસારના જન્મ મરણની જંજાળને ટાળી નાંખશે. આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલાં નરકનું વર્ણન, ત્યાર પછી દેવલોકનું વર્ણન, ત્યાર પછી જ્યોતિષી દેવોનું વર્ણન, ત્યારપછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન કર્યું છે. આ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અધોલોકથી લઈને ઉર્ધ્વલોક સુધીનું વર્ણન કરતાં સૂત્રકારે પાપની પંક્તિ પ્રથમ દર્શાવી ત્યાર પછી પુણ્યની પંક્તિ દર્શાવી છે. પ્રસ્તુત સૂત્ર વાંચનમાં બહુ અલ્પ છે. પરંતુ તેમાં સાંયોગિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક સમસ્યાને હલ કરવાનું સામર્થ્ય ભરચક ભર્યું છે. આ સૂત્ર વિવિધ આશ્વાસન આપવાની તાકાત ધરાવે છે. તેમજ આ શાસ્ત્ર શારીરિક બીમારીને તથા જન્મ, મરણ રૂપને આત્મ દુઃખોને નાશ કરવાનું ઔષધ અને આત્મશુદ્ધિ રૂપ સંજીવની જડીબુટ્ટી છે. આત્મબંધુ! આ શાસ્ત્રનું જે પ્રમાણે તમે મનન કરશો અને ઉપયોગ કરશો તે પ્રમાણે ઉપયોગી બનશે. અસ્તુ શુભ ભવતુ. આભાર : સાધુવાદ : ધન્યવાદ : પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા દઢ મનોબળી દીર્ઘ અને ઉગ્ર તપસ્વિની શ્રમણી વિદ્યાપીઠની વિદ્યાર્થિની વિદુષી કિરણબાઈ મ. જેમણે અનુવાદ
SR No.008808
Book TitleAgam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages83
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy