SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ** અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ઉપાંગ શાસ્ત્રની તત્ત્વભૂમિ -- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રો રૂપે પ્રસિદ્ધ પાંચ વર્ગાત્મક આ ઉપાંગસૂત્ર વાંચતા મનમાં આહ્લાદક ભાવ તો જન્મે જ છે, સાથે સાથે ધર્મકથાનો પણ બોધ થાય છે. તે સમયની ધર્મકથાઓ કહેવાની શૈલી પણ મન પર અંકિત થાય તેવી હોય છે. શાસ્ત્રકારે સ્વયં મહાવીર ભગવાનના શ્રીમુખથી ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર રૂપે બધી કથાઓનો ભાવ પ્રવાહિત કરેલો છે. ગૌતમ સ્વામી ભગવાનની સામે જાણે કે એક નાનું બાળક હોય એ રીતે કુતૂહલ—જિજ્ઞાસા ભાવે, ચૌદ પૂર્વના ધારક ગણધર ભગવાન સાદા પ્રશ્નો કરે ત્યારે મનમાં પ્રીતિભાવ જન્મે છે અને ભગવાનનો તથા ગણધરનો આપસી સંવાદ કેવો મધુરો લાગે છે, તે અધ્યયન કરનારને જરૂર અનુભવ થાય છે. AB આ શાસ્ત્ર વિષે ઘણું લખી શકાય તથા કહી શકાય તેવું છે. પ્રથમ નિરયાવલિકા વર્ગના ઐતિહાસિક યુદ્ધનો સંપુટ રૂંવાડા ઊભા કરી શકે તેવો હૃદયવિદારક ભાવવાહી છે. અત્યાર સુધી પૂરા ભારતમાં મહાભારતના યુદ્ધને જ લોકો મહાયુદ્ધ તરીકે જાણે છે પરંતુ વૈશાલી અને ચંપાપુરીના આ મહાયુદ્ધને જાણે પડળ ચડી ગયા હોય, તેમ શાસ્ત્રના પાનાઓમાં દબાયેલું જ છોડી દેવામાં આવ્યું છે. સાક્ષાત્ વૈશાલીના યુદ્ધનું વિશદ વર્ણન શાસ્ત્રના પાનાઓમાં ભરેલું છે. નવ લિચ્છવી અને નવ મલ્લવી એ અઢાર રાજાઓના ગણતંત્ર અને તેના નેતા તરીકે વૈશાલીના મહારાજા ચેડા નેતૃત્વ લઈને રણમોરચે આવ્યા. વિપક્ષમાં રાજગૃહીની સેનાઓથી સુસજ્જિત, થયેલ મૂળ રાજગૃહીનો રાજા કૂણિક, જેણે પાછળથી ચંપાપુરીને રાજધાની બનાવી, ત્યાંનો રાજા બન્યો હતો, એક વિશાળ સેનાને સંગઠિત–એકત્રિત કરી, પોતાના સગા ભાઈઓને તથા ઓરમાન ભાઈઓને લડાઈનું સૂત્ર સુપરત કરી, બહુ જ વિશાળ સાગર જેવી સેના લઈને આવ્યો અને અંતે વૈશાલી ઉપર આક્રમણ કરી, વૈશાલીનો વિનાશ કર્યો. એ આખું રોમાંચક વર્ણન નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન પૂરું પાડે છે. આપણે અહીં શાસ્ત્રની મૂળ વાતને યથાતથ્ય નમુના રૂપે રજુ કરશું. સમળે 21
SR No.008808
Book TitleAgam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages83
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy