SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૧ . [ ૧૭ ] ઉચ્ચારપ્રસવણખેલ જલસિંઘાણ પરિઠાવણિયા સમિતિ (૩૪-૩૬) ત્રણ ગુપ્તિથી ગુપ્ત ૧. મનગુપ્તિ ૨. વચન ગુપ્તિ ૩. કાયગુપ્તિ, આ રીતે પ + ૯ +૪+૫ + પ + ૫ + ૩ = ૩૬ ગુણ થાય છે. ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો – (૧–૧૨) બાર અંગના પાઠક હોય- ૧. આચારાંગ સૂત્ર ૨. સૂયગડાંગ સૂત્ર, ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર ૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર) ૬. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર ૭. ઉપાસકદશાંગ સૂત્ર ૮. અંતગડદશાંગ સૂત્ર, ૯. અનુત્તરોવવાઈ સૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧. વિપાકસૂત્ર (૧૨) દષ્ટિવાદ સૂત્ર. (૧૩–૨૪) બાર ઉપાંગના જ્ઞાતા હોય–૧. ઉવવાઈ સૂત્ર, ૨. રાયપાસેણી સૂત્ર, ૩. જીવાભિગમ સૂત્ર, ૪. પન્નવણાસૂત્ર, ૫. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, . ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર, ૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, ૮. નિરિયાવલિકા સૂત્ર, ૯. કપ્પવડિસિયા સૂત્ર, ૧૦. પુફિયા સૂત્ર, ૧૧. પુષ્કચૂલિયા સૂત્ર, ૧૨. વનિદશા સૂત્ર અને ૨૫ કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના પાલક હોય. આ રીતે ૧૨ + ૧૨ + ૧ = ર૫ ગુણ થાય છે. સાધુ-સાધ્વી ભગવંતોના ૨૭ ગુણોઃ- (૧-૫) પાંચ મહાવ્રતનું પાલન કરે, (૬-૧૦) પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે, (૧૧-૧૪) ચાર કષાયને જીતે, ૧૫. મન સમાધારણા-પાપકારી વિચારણાથી મનને દૂર રાખે, ૧૬. વચન સમાધારણા- પાપકારી ભાષા પ્રયોગ ન કરે, ૧૭. કાય સમાધારણા–કાયા દ્વારા પાપ પ્રવૃત્તિ ન કરે, ૧૮, ભાવસત્ય-પરિણામોની નિર્મળતા, ૧૯. કરણ સત્ય-કરણસિત્તરીના ૭૦ બોલનું પાલન અને જિનાજ્ઞાનુસાર ક્રિયાનું આચરણ કરે, ૨૦. જોગ સત્ય-મન, વચન, કાયાના યોગની સત્યતા (સરળતા) રાખે, ૨૧. જ્ઞાનસંપન્ન, ૨૨. દર્શન સંપન્ન, ૨૩. ચારિત્ર સંપન્ન, ૨૪. ક્ષમાવાન, ૨૫, સંવેગવાન, ૨૬. ઉપસર્ગ, પરીષહને સહન કરે, ૨૭. મારણાંતિક કષ્ટ સહન કરે, સમાધિમરણને પ્રાપ્ત થાય. આ રીતે પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો છે. તે ગુણોનું આત્મામાં પ્રગટીકરણ કરવાના લક્ષે તેમનું નામસ્મરણ કરાય છે. પાઠ-૨ : સામાયિક પ્રતિજ્ઞા સૂત્ર કરેમિ ભંતે - | १ करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमि ण कारवेमि करतंपि अण्णं ण समणुजाणामि तस्स भंते पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । શબ્દાર્થ :- મ - હું કરું છું, અંતે – હે ભગવાન! આપની સાક્ષીથી, સીમાડ્ય – સામાયિક, સાવM – સાવદ્ય-પાપકારી, ગો - વ્યાપારોનો, પ્રવૃત્તિઓનો, પ્ર વામિ - ત્યાગ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, ગાવવાણ - જીવન પર્યંત, વિવિ -ત્રણ કરણ અને ત્રણ યોગથી, મન, વાણ, તા – મન, વચન અને કાયાથી, છ વન – હું સ્વયં કરીશ નહીં, છ વ ન - હું કરાવીશ નહીં, તપ અM – કરતા હોય તેને, પુણાગામ – તેને સમ્યક જાણીશ નહીં, તેનું અનુમોદન કરીશ નહીં, તલ્સ - તે પાપકારી પ્રવૃત્તિથી, તે = હે ભગવન્! પતિવમન = પાછો કરું છું, પ્રતિક્રમણ કરું છું, fiામિ - મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું, રામ = ગુરુની સાક્ષીએ ગહ કરું છું, અખા વસિરામિ – તે પાપકારી આત્માનો હું ત્યાગ કરું છું.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy