SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી આવશ્યક સૂત્ર પરિશિષ્ટ-૩ પ્રતિક્રમણ એક પરિશીલન પ્રતિક્રમણ” જૈન પરંપરાનો એક પારિભાષિક શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ “પાછા ફરવું” થાય છે. વ્યક્તિ પોતાની મર્યાદાનું અતિક્રમણ કે ઉલ્લંઘન કરીને, પોતાના સ્વભાવને છોડીને, વિભાવમાં પ્રવૃત્તિ કરીને પાપપ્રવૃત્તિનું સેવન કરે છે. તે પાપપ્રવૃત્તિના સેવનથી કર્મબંધ, જન્મ, જરા, મૃત્યુ, પુનઃ જન્મ વગેરે અનંતકાલીન દુઃખની પરંપરા ચાલે છે. સ્વયંને સ્વયંનું ભાન થાય ત્યારે તે પોતાના અતિક્રમણથી પાછો ફરી સ્વસ્થાનમાં સ્થિર થઈ સ્વસ્થતા અને શાંતિ-સમાધિનો અનુભવ કરે છે. આ રીતે જીવનો સર્વ દુઃખોથી મુક્ત થવાનો, શાશ્વત શાંતિ-સમાધિ પ્રાપ્ત કરવાનો માર્ગ એક માત્ર પ્રતિક્રમણ જ છે, તેથી સાધના ક્ષેત્રમાં આત્મવિશુદ્ધિ માટે પ્રતિક્રમણની મહત્તા સ્વીકારીને સાધકના આવશ્યક કૃત્યમાં પ્રતિક્રમણનો સમાવેશ કર્યો છે. આચાર્ય હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા ત્રણ મહત્વપૂર્ણ પ્રાચીન શ્લોક ઉદ્ધત કર્યા છે. યથા स्वस्थानाद् यत्परस्थानं प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥१॥ પ્રમાદવશ શુભ યોગોથી ગ્રુત થઈને અશુભ યોગોને પ્રાપ્ત કર્યા પછી ફરીને શુભયોગોને પ્રાપ્ત થવું તે પ્રતિક્રમણ છે. क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकुलगमात्स्मृतः ॥२॥ રાગ-દ્વેષ આદિ ઔદાયિક ભાવ સંસારનો માર્ગ છે અને સમતા, ક્ષમા, દયા, નમ્રતા આદિ ક્ષાયોપથમિક ભાવ મોક્ષ માર્ગ છે. ક્ષાયોપથમિક ભાવથી ઔદાયિક ભાવમાં પરિણત થયેલો સાધક પુનઃ ઔદાયિક ભાવથી ક્ષાયોપથમિક ભાવમાં પાછો કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે. प्रति प्रति वर्तनं वा, शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेयंत् तद्वा ज्ञेय प्रतिक्रमणम् ॥३॥ અશુભ યોગોથી નિવૃત્ત થઈને નિઃશલ્ય ભાવથી ઉત્તરોત્તર શુભ યોગોમાં પ્રવૃત્ત થવું, તે પ્રતિક્રમણ છે. સંક્ષેપમાં પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. પાપથી પાછા ફરવા માટે કટિબદ્ધ થયેલા સાધકે કાયમી શુદ્ધિ માટે સહુ પ્રથમ પાપ સેવનના કારણોને જાણીને તેનો ત્યાગ કરવો જરૂરી છે, કારણ નાશ થાય ત્યારે જ સાધકનું પ્રતિક્રમણ સાર્થક થાય છે. પાપ સેવનના કારણ:- સાધના ક્ષેત્રમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અપ્રશસ્ત યોગ, આ પાંચ દોષ પાપનું સર્જન કરે છે. આ પાંચ પ્રકારના દોષ સેવનથી જ સાધક શુભ યોગને છોડીને અશુભયોગમાં કે ક્ષાયોપશિમક ભાવને છોડીને ઔદયિકભાવમાં પરિણત થઈને પાપપ્રવૃત્તિનું સેવન કરે છે, તેથી સાધકે પ્રતિદિન અંતર નિરીક્ષણ કરીને, આ પાંચે દોષોનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે. મિથ્યાત્વનો ત્યાગ કરીને યથાર્થ સમજણ કે દઢતમ શ્રદ્ધારૂપ સમ્યકત્વનો, અવિરતિનો ત્યાગ કરીને વિરતિનો, પ્રમાદનો ત્યાગ કરીને અપ્રમત્ત ભાવનો, કષાયનો પરિહાર કરી ક્ષમા આદિ આત્મગુણોનો અને સંસારની વૃદ્ધિ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy